મુંબઈ-

હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતા-દિગ્દર્શક રમેશ સિપ્પી, આજે 72 વર્ષના થયા છે. રમેશ સિપ્પીનો જન્મ 23 જાન્યુઆરી 1947 ના રોજ થયો હતો. તેમના પિતા ગોપાલદાસ પરમાનંદ સિપ્પી પણ ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક હતા. પિતાના પગલે-પગલે રમેશે પણ ફિલ્મોમાં તેની કારકિર્દી બનાવી હતી. ડિરેક્ટર રમેશ સિપ્પીની પહેલી ફિલ્મ અંદાઝ (1971) માં રજૂ થઈ હતી.

આ ફિલ્મમાં રાજેશ ખન્ના, હેમા માલિની અને શમ્મી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનુ એક ગીત 'જિંદગી એક સફર હૈ સુહાના...' તે સમયે ખૂબ જ લોક જીભે ચડ્યુ હતુ. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ઘણી સફળતા મેળવી હતી અને રમેશ સિપ્પી ને તેની પહેલી ફિલ્મથી જ ફિલ્મ જગતમાં સ્થાપિત કરી દીધા હતા. આ પછી રમેશ સિપ્પીએ 1972 માં હેમા માલિની સાથે ફિલ્મ 'સીતા ઓર ગીતા' બનાવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હીટ થઈ હતી. જે નાયિકા પ્રધાન ફિલ્મ હતી. ઉપરા-ઉપર બે હિટ ફિલ્મો આપ્યા બાદ, રમેશ સિપ્પીએ 1975 માં ખૂબ જ ભવ્યતા સાથે ફિલ્મ બનાવી, શોલે. જે ફિલ્મ મુંબઇના મેટ્રો સિનેમામાં સતત 5 વર્ષ ચાલવાની સાથે બોક્સ ઓફીસ પર આ ફિલ્મે ટંકશાળ પાળી હતી. આ પછી રમેશ સિપ્પી એ શાન, શક્તિ, સાગર, જમાના દીવાના, શિમલા મિર્ચ વગેરે જેવી ઘણી ફિલ્મો નુ નિર્દેશન કર્યું હતુ. રમેશ સિપ્પીએ આ ફિલ્મોના દિગ્દર્શનની સાથે જ તેમણે બ્રહ્મચારી, બ્લફમાસ્ટર, ચાંદની ચોક ટુ ચાઇના, દમ મારો દમ વગેરે ફિલ્મોનુ પણ નિર્માણ કર્યું હતુ. ફિલ્મો ઉપરાંત રમેશ સિપ્પી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન ફ્લો લાખોમાં છે.