દિલ્હી-

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ભાગીદારી સંકલ્પ મોર્ચાના સંયોજક ઓમપ્રકાશ રાજભરની લખનૌમાં યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ સાથેની મુલાકાત ઘણી ચર્ચામાં છે. જાેકે એકવાર ફરી તેમણે સ્પષ્ટ કર્યુ કે તેઓ ભાજપ સાથે નથી અને એ પણ સ્પષ્ટ કર્યુ કે અસદુદ્દીન ઓવૈસી હજુ પણ તેમની સાથે છે.

તેમણે વિપક્ષી દળની સાથે ગઠબંધનમાં પણ પોતાની ઈચ્છા સૌથી પહેલા સપા અને બસપા તેમજ અંતમાં કોંગ્રેસ માટે વ્યક્ત કરી. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે ભાજપના મોટા નેતાઓની સંપત્તિ કોરોના કાળ દરમિયાન વધી છે અને ૨૦૭૦૦ કરોડ રૂપિયા સ્વિસ બેન્કમાં જમા પણ કરવામાં આવ્યા છે. પેગાસસ મુદ્દે તેમણે રાહુલ ગાંધીના તે નિવેદનનુ પણ સમર્થન કર્યુ જેમાં રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશના તમામ લોકોની જાસૂસી થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના યુપી પ્રવાસ પર તેમણે કહ્યુ કે વધુ એક પૂરથી લોકો ત્રસ્ત છે અને બીજી તરફ જે પી નડ્ડા મત માગવામાં લાગેલા છે.એવામાં નેતાઓને જનતા નાવમાં બેસાડીને પાણીમાં ડૂબાડી દેશે. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ પડકાર આપ્યો છે કે જાે હિંમત હોય તો તેમના ત્યાં બુલ્ડોઝર ચલાવીને બતાવે. ૨૦૨૨ બાદ યોગી આદિત્યનાથ પોતાનુ બુલ્ડોઝર ગોરખપુર લઈને જતા રહેશે. તેમણે ખેડૂત આંદોલનના પ્રશ્નના જવાબમાં કહ્યુ કે ૯૦ ટકા ખેડૂત ભાજપ વિરૂદ્ધ છે.