અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટેમાં ઘણા કેટલા સમયથી કોરોના મામલે સુઓમોટો સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે અનેક એફિડેવિટ રજૂ કર્યા છે અને હાઇકોર્ટ તેમનો ઉધડો પણ લીધો છે.આજે હાઇકોર્ટએ આ મામલે ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટએ કહ્યું કે સરકારે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે. આ ત્રીજી લહેરના આવે કોઈ નવો વેરિયન્ટના આવે તે માટે લોકોની જાગૃતત્તા મહત્વનો ભાગ ભજવે છે. જેથી સરકાર આ બાબતે ગંભીર થઈ જાય. સરકારે ઘણા કામ કર્યા છે અને હજી કરવાના છે.

આજે હાઇકોર્ટએ ચુકાદો આપતા કહ્યું હતું કે જે લોકોને વેકશીનેસન નથી થયું તે લોકોનું ઝડપી વેકશીનેસન કરે ખાસ કરીને જે લોકો નબળા છે દિવ્યાંગો છે તેમના પર સરકાર ધ્યાન આપે અને આવા લોકો માટે ડોર ટુ ડોર વેકશીનેસન કરવા માટે આયોજન કરે જેથી આવનારી ત્રીજી વેરિયન્ટથી બચી શકાય.ત્રીજી લહેર માટે જે આશંકા વ્યક્ત કરી છે તે બાળકો માટે ખતરારૂપ છે જેથી બાળકો માટે ખાસ વ્યવસ્થા કરે તેમના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખે. જો સરકાર કડક વલણ નહીં અપવાને તો કોરોના ત્રીજી લહેર ઘાતક સાબિત થશે.

વધુમાં આ ચુકાદામાં હાઇકોર્ટએ કહ્યું હતું કે જે રીતે વેકશીનેસન થઈ રહ્યું છે એને હજી વધુ ઝડપી બનાવે તો સારું છે. ક્યાંય પણ કચાશ રહેવીના જોઈએ. સંભવિત ત્રીજી લહેરમાટે સરકાર એલર્ટ મોડ પર રહે એક નાની ભૂલ પણ ખતરો બની શકે છે. લોકોને સરળતાથી વેકસીન મળી રહે તે માટે સરકાર આગોતરું આયોજન કરે વેકસીનનો જથ્થો ખૂટે નહો તેનું પણ ધ્યાન રાખે. આ ઉપરાંત જે પણ પી એસ એ પર ઓક્સિજન પ્લાન્ટ લાગવાના છે ત્યાં ઝડપથી લગાવી દે જેથી આગળ જતાં કોઈ તકલીફ ઊભીના થાય.

કોરોના ચુકાદામાં હાઇકોર્ટએ ખાસ કરીને ગામડા પર ધ્યાન આપવાનું કહ્યું હતું. બીજી લહેરમાં ગામડામાં મેડિકલ સ્ટાફની અછત હતી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ મેડિકલ સ્ટાફ નહોતો મળી રહ્યો તો સરકાર મેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરી દે.પી એચ સી અને સી એચ સી પર સરકાર અને સ્થાનિક તંત્ર ખાસ ધ્યાન આપે ત્યાં કોઈ પણ જાતની કચાશના રહેવી જોઈએ.હાઇકોર્ટ કહ્યું હતું કે મેડિકલ એજ્યુકેશન પર ખાસ ધ્યાન આપવામાં આવે જેથી કોઈ અરાજકતા સર્જાય તો મેડિકલના વિધાર્થીઓને તેમના ઉપયોગમાં લઇ શકાય. સુઓમોટોમાં બીજી ઘણી પિટિશન કરવામાં આવી હતી જે આજે હાઇકોર્ટએ રદ કરી અને આ એક કોમન ઓર્ડર પાસ કર્યો છે.