અરવલ્લી,તા.૩૧ 

અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર નારિયેળ પૂનમ અને રક્ષાબંધનના દિવસે મંદિર સરકારની ગાઈડલાઈન મુજબ ખુલશે.પુનમના દિવસે ભક્તોએ સોસિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક તેમજ સેનેટાઇજિંગ કરી સાફસફાઈ સાથે પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. શામળાજી મંદિરમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત અમલ સાથે વર્તવાનું રહેશે.મંદિરના ટ્રસ્ટીઓ અનિલભાઈ પટેલ, જગદીશભાઈ ગાંધી , ચેરમેન મહેશભાઈ ઉપાધ્યાય,રણવીરસિંહ ડાભી તેમજ મંદિરના મેનેજર કનુભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા કડક ચુસ્તપણે અમલવારી સાથે ભક્તો અને જનતા દર્શન કરે તેમાટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ખુલશે સવારે ૭ કલાકે,મંગળા આરતી સવારે - ૭-૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૯ - ૧૫ કલાકે,૧૧ - ૩૦ કલાકે ભોગ ધરાવશે ( મંદિર બંધ થશે ),૧૨ - ૧૫ કલાકે મંદિર ખુશે ( રાજભોગ આરતી ),૧૨ - ૩૦ કલાકે ઠાકોરજી પોઢી જશે.૨ - ૧૫ કલાકે ઉત્થાપાન ( મંદિર ખુલશે )સાંજે ૭ - ૦૦ કલાકે સંધ્યા આરતી,રાત્રે ૭ - ૪૫ કલાકે શયન આરતી, રાત્રે ૮ - ૦૦ કલાકે મંદિર બંધ થશે.આમ ઉપરોક્ત સમય મુજબ ભક્તો દર્શનનો લાભ લઇ શકશે.