વડોદરા-

ચક્રવાત ના પ્રભાવ અને વરસાદ થી થયેલા નુકશાન ને સુધારવા ક્વિક રિસ્પોન્સ ટીમો ના કર્મયોગીઓ એ કર્યો સતત પુરુષાર્થ વડોદરા શહેર અને જિલ્લામાં તાઉ તે ત્રાટક્યું ન હતું પણ એની પશ્ચાદ અસરના રૂપમાં ચક્રવાતિ વેગીલા પવનો સાથે મધ્યમ થી ભારે વરસાદ થયો અને તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝુંપડા ને તેમજ વીજ લાઇનો અને પ્રસ્થાપનો ને નુકશાન ની ઘટનાઓ બની હતી. તકેદારી રૂપે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના નિયંત્રણ કક્ષો ગઈકાલ ની સતત ત્રીજી રાત્રિએ ચાલુ રહ્યાં અને ખાસ કરીને એમ.જી.વી.સી. એલ.,વન વિભાગ,માર્ગ અને મકાન વિભાગ ની ક્વિક રિસ્પોન્સ ટીમો તેમજ પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પૂર્વવત કરવા પુરુષાર્થ કરવામાં આવ્યો.નુકશાન અને તેની ક્ષતિ પૂર્તીની કામગીરીની જિલ્લા કલેકટર કચેરીએ ગઈકાલ રાત્રિ સુધીની આપેલી વિગતો નીચે મુજબ છે: 


* નુકસાન થયેલ કુલ ૮૫ વીજળીના થાંભલા પૈકી 59 વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા 

* પડી ગયેલ વૃક્ષોની સંખ્યા કુલ ૧૬૩ હતી.જેને હટાવવાની કામગીરી ખાસ કરીને વન અને માર્ગ મકાન વિભાગ ની ટીમો એ કરી અને અવરોધો હટાવી સ્થિતિ પૂર્વવત કરી.એમ.જી.વી.સી. એલ.ની ટીમોએ વીજ લાઇનો પર પડેલા વૃક્ષો અને ડાળીઓ હટાવી પુરવઠો ચાલુ કર્યો.

* બંધ થયેલ કુલ ૧૩ રસ્તા પૈકી તમામ રસ્તાઓને તુરંત જ વાહન વ્યવહાર ને યોગ્ય બનાવવામાં આવ્યા.

* વીજ પુરવઠો બંધ થયેલ ગામો/સોસાયટીઓની સંખ્યા 195 હતી તે પૈકી વીજ પુરવઠો પુન: ચાલુ કરેલ ગામ/સોસાયટીઓ ની સંખ્યા 82 હતી.

* શહેરમાં કુલ ૨૧ ફીડરમાંથી ૧૩ ફીડરમાં ઈલેકટ્રીસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને ૯ કોવીડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો. ૮ થાંભલા પૈકી ૪ થાંભલા પૂન: સ્થાપિત કરવામાં આવ્યા.

*ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬ ફીડરમાંથી ૨૪ ફીડરમાં ઈલેકટ્રીસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને તે પૈકી ૧૧ કોવીડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો. ૭૮ થાંભલા પૈકી ૨૭ થાંભલા પૂન: સ્થાપિત કરવામાં આવ્યા.

* પડી ગયેલ કાચા મકાનો/ઝુંપડા કુલ સંખ્યા 11