વડોદરા-

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૧,૯૭૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૬૭ પશ્ચિમ ઝોનમાં ૧૧,૯૫૬, ઉત્તર ઝોનમાં ૧૧,૭૭૮, દક્ષિણ ઝોનમાં ૧૧,૭૮૦, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૫૮ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૧,૯૭૯ ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૩૪૧ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૪ કેસ નોંધાયા છે. બુધવારે ૧,૪૩૨ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

સારવાર લઈ રહેલા ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં ૧૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર ૧ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાંથી ૫ જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો ૭૧,૩૪૧ પર પહોંચ્યો છે. શહેરના તરસાલી અને વાસણા રોડ અને વડોદરા ગ્રામ્યમાં ભાયલી અને શિનોરમાં એક એક કેસ નોંધાયો હતો. વડોદરા શહેરમાં મંગળવારે સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધુ ૩ કેસ નોંધાયા હતા. જ્યારે દાખલ દર્દીઓમાંથી ૧૫ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જ્યારે દાખલ ૪ દર્દીઓની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાંથી ૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં ૯ સર્જરી કરવામાં આવી હતી અને ૧ દર્દીની બાયોપ્સીને તપાસ અર્થે મોકલવામાં આવી હતી. જાેકે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧ દર્દીનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે.

શહેરમાં એક દિવસમાં ૬૮૧ જેટલા લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળતા તેઓને લોહીના નમૂના લેવામાં આવ્યા છે. બીજી તરફ ઝાડા ઉલટીના ૧૪૧ દર્દીઓ નોંધાતા પાલિકા તંત્ર બેબાકળુ બન્યુ છે. શહેરમાં બુધવારે લેવાયેલા ૯૨ નમૂનાઓમાંથી ૩૧ દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચિકનગુનિયાના ૨૦ વધુ કેસ અને ટાઇફોઇડના ૫ કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં બુધવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૧,૫૯૦ લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે ૮,૧૧૦ લોકોએ રસીનો બીજાે ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી ૧૮ પ્લસની કેટેગરી વાળા ૬,૭૩,૮૧૫ લોકોએ રસીનો પહેલો ડોઝ અને ૧,૭૦,૭૩૫ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે. બીજી તરફ શહેરમાં ૨૫ હેલ્થકેર વર્કરોએ રસીનો પહેલો ડોઝ અને ૩૦ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે. જ્યારે ૩૮૫ ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને ૨૮૪ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે. બુધવારે ૬૦ કરતા વધુની ઉંમર વાળાએ ૧૫૯ લોકોએ પહેલો ડોઝ અને ૬૫૩ લોકોએ બીજાે ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે ૪૫થી વધુ અને ૬૦ વર્ષના ૩૬૨ લોકોએ પહેલો ડોઝ અને માત્ર ૧,૪૧૯ લોકોએ રસીનો બીજાે રોઝ મૂકાવ્યો હતો.બુધવારે શહેરમાં કુલ ૧૩,૦૧૭ લોકોએ રસી મૂકાવી હતી.