વડોદરા,તા.૮  

વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને રાજ્યના અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા મહાનગર પાલિકાનું સીમાંકન -૨૦૨૦ હેઠળ બહાર પડાયેલા આ જાહેરનામામાં શહેરના વિસ્તારમાં વધારો છતાં વોર્ડ અને બેઠકોની સંખ્યા યથાવત રાખવામાં આવી છે. જેને લઈને હાલના ૧૯ વોર્ડ અને ૭૬ બેઠકોની સંખ્યાને યથાવત રાખવામાં આવી છે. આ કુલ ૭૬ બેઠકોમાં ત્રીઓ અને પુરુષોની ૩૮-૩૮ બેઠકો એક સરખી રાખવામાં આવી છે.એટલેકે પ્રત્યેક વોર્ડમાં બે બેઠકો ત્રીઓની અને બે બેઠકો પુરુષોની રહેશે. જ્યારે ત્રીઓની નવ અને પુરુષોની સાત બેઠકો અનામત જાહેર કરાઈ છે.આ અનામત બેઠકોમાં ત્રીઓની નવ બેઠકોમાં એસસીની ત્રણ, એસટીની બે અને બેકવર્ડ ક્લાસની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે પુરુષોની સાત અનામત બેઠકોમાં એસસીની બે, એસટીની એક અને બેકવર્ડ ક્લાસની ચાર બેઠકોનો સમાવેશ થાય છે.આમ ત્રીઓ અને પુરુષોની બેકવર્ડ ક્લાસની બેઠકોની સંખ્યા એકસરખી રહેવા પામી છે.જ્યારે એસસી અને એસટીની અનામત બેઠકોમાં ત્રીઓની બેઠકોની સંખ્યાના પ્રમાણમાં પુરુષોની બેઠકોમાં એક બેઠક ઓછી થનાર છે.બીજી રીતે જોવા જઈએ તો પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકોમાં કુલ પાંચ બેઠકો શેડ્યુલ કાસ્ટ (એસસી)માટે અનામત રાખવામાં આવી છે.જ્યારે ત્રણ બેઠકો શેડ્યુલ ટ્રાઈબ(એસટી)ને માટે અનામત રખાઈ છે.આ ઉપરાંત આઠ બેઠકો બેકવર્ડ ક્લાસ (બીસી)ને માટે અનામત રખાઈ છે.જો કે આ ૭૬ પૈકી૮ અડધી બેઠકો એટલેકે ૩૮ બેઠકો ત્રીઓને માટે રખાઈ છે.એમાં ત્રીઓની એસસી,એસટી અને બીસીની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકોની સંખ્યા યથાવત રાખવા છતાં એમાં ૧૮ જૂન ૨૦૨૦ના રોજ જે સાત ગામોને વડોદરા શહેરમાં સમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.એના વિસ્તારનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.આ જાહેરનામું વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવી છે.આ સાથેજ વડોદરા પાલિકાની આગામી ચૂંટણીઓ માટેનો શંખનાદ સરકાર દ્વારા ફૂંકી દેવામાં આવ્યો છે.એ જોતા ચાલુ વર્ષના અંતમાં યોજાનાર પાલિકાની ચૂંટણીઓ એના સમયે જ યોજાશે એવી ગણતરીઓ રાજકીય પક્ષોના અગ્રણીઓ માંડી રહ્યા છે.આ જાહેરનામાના અંતિમ પેરામા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે,વર્તમાન વડોદરા મહાનગર પાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરોની મુદ્દત તેઓ જેટલા સમયને માટે ચૂંટાઈને આવ્યા છે એટલાજ સમયને માટે રહેશે.એનાથી આગળ રહેશે નહિ.એવી સ્પષ્ટતાને લઈને પાલિકાની આગામી ચૂંટણીઓ નિયત સમયે યોજાવવાની શક્યતાઓ બળવત્તર બની છે.જો કે એની સાથોસાથ અનામત બેઠકોને લઈને કોનું પત્તુ કપાશે અને કોણ ચિત્રમાં આવશે એની ગણતરીઓ પણ શરુ થઇ ગઈ છે.