ધરતીનું સ્વર્ગ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિતનો દરજજો આપ્યા બાદ અહીં પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે પર્યટન વિભાગે કામ શરૂ કરી દીધું છે. રાજ્યપાલના સલાહકાર કે.કે.શર્માએ આ વિશે જાણકારી આપી છે.

તેમણા જણાવ્યા પ્રમાણે, અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ અને ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી તેને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત પર્યટન સ્થળમાં જગ્યા બનાવવાની તક મળે. કે.કે શર્માના જણાવ્યા પ્રમાણે, યુનિયન ટેરિટરીમાં ટોપોગ્રાફિકલ અને જિયોગ્રાફિકલ એવા ફીચર્સ છે જે એડવેન્ચર સ્પોર્ટ્સ અને ટૂરિઝમની દૃષ્ટિએ ઉત્તમ છે. તેમના જણાવ્યા પ્રમાણે, પ્રોત્સાહન આપવાની જરૂરિયાત મુજબ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તેમને આગળ જણાવતા કહ્યું કે, ‘તે સુનિશ્ચિત કરશે કે જમ્મુ અને કશ્મીર ટૂરિઝમની કેટગરીમાં સૌથી લોકપ્રિય ઓપ્શન બની જાય.’ તેનાથી પર્યટક ઉદ્યોગને આર્થિક વેગ મળશે. તેમણા જણાવ્યા પ્રમાણે, જો આવું થાય તો સ્થાનિક લોકોને રોજગારી મળવાની સાથે યુવાનોને પોતાની સ્કીલ બહાર લાવવાની તક મળશે.