મુંબઈ

આઈપીએલન સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં અનેક ખેલાડીઓએ રાજસ્થાન અને પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યુ. જેમાંથી એક ખેલાડી ચેતન સાકરીયા તેણે રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ. તે ડાબા હાથનો ઝડપી બોલર છે. તેને આઈપીએલ ઓકશન દરમ્યાન રાજસ્થાન રોયલ્સે ૧.૨૦ કરોડ રુપિયામાં ખરીદ કર્યો હતો. તે સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે.

ચેતન સાકરિયાએ ઈનિંગની પ્રથમ અને અંતિમ ઓવર કરી હતી. તેણે ત્રણ વિકેટ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વની બોલીંગ ભૂમિકા ભજવવા સાથે નિભાવી હતી. તેણે ૪ ઓવરમાં ૩૧ રન આપ્યા હતા. આમ વિકેટ ઝડપવા સાથે અન્ય બોલરોના પ્રમાણમાં કરકસર ભરી બોલીંગ પણ કરી હતી. તેની બીજી ઓવરને કરવા દરમ્યાન તેની પ્રથમ આઈપીએલ વિકેટ ઝડપવા સાથે એક જ રન ઓવરમાં આપ્યો હતો. આમ રાજસ્થાન રોયલ્સે જાેફ્રા આર્ચરની ગેરહાજરીમાં મુકેલો મોટો ભરસો પાર પાડવામાં સફળ નિવડ્યો હતો.

આઈપીએલન સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચે રમાઈ. આ મેચમાં અનેક ખેલાડીઓએ રાજસ્થાન અને પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યુ. જેમાંથી એક ખેલાડી ચેતન સાકરીયા તેણે રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ. તે ડાબા હાથનો ઝડપી બોલર છે. તેને આઈપીએલ ઓકશન દરમ્યાન રાજસ્થાન રોયલ્સે ૧.૨૦ કરોડ રુપિયામાં ખરીદ કર્યો હતો. તે સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે.