અમદાવાદ-

શેરબજારમાં સપ્તાહના આખરી દિવસે નરમાઈ રહી હતી. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના નેગેટિવ અહેવાલના પગલે ભારતીય શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી, પણ જીડીપી ગ્રોથ વધીને આવશે, તેવું અનુમાન મુક્યું છે. જો કે બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસનો હાહાકાર છે, દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને કારણે શેરબજાર ભારે ચિંતા ઉભી થઇ હતી. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી. પરિણામે શેરબજારમાં નરમાઈ રહી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 49,746.21ની સામે, આજે સવારે 49,743.39 ખૂલીને શરૂમાં સામાન્ય વધીને 49,906.91 થયો અને ત્યાંથી ઘટીને 49,461.01 થઈને ટ્રેડિંગ સેશનને અંતે 49,591.32એ બંધ થયો હતો, જે 154.89નો ઘટાડો દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,873.80ની સામે, આજે સવારે 14,882.65 ખૂલીને શરૂમાં વધી 14,918.45 થયો અને ત્યાંથી ઘટી 14,785.65 બંધ થઈ અને સેશનને અંતે 14,834.85 બંધ થયો હતો, જે 38.95નો ઘટાડો દર્શાવે છે.