વડોદરા, તા.૧૨

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતોની સુરાવલી સરિતા મધ્યે આઝાદીના ૭૫માં અમૃત પર્વ સભા અને દાંડી કૂચ સ્મૃતિ દિવસની શહેરી વિસ્તારમાં ઉજવણીનો ભારત માતાની છબીની પુષ્પ વંદના કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ ગાંધી વિચારોની તાકાતથી દેશને દોરવા અને જાેડવા તેમજ નવી પેઢીમાં સ્વતંત્રતાની બહુમુલ્યતાની સમજણ દૃઢ કરવા પ્રધાનમંત્રીએ પૂજ્ય બાપુની દાંડી યાત્રાની પ્રતિકૃતિ રૂપે શરૂ કરાયેલી દાંડી કૂચ ૨૦૨૧ જ્યારે વડોદરા જિલ્લાની નજીકથી પસાર થાય ત્યારે શહેર અને જિલ્લાના લોકો ઉમટી પડે અને ઉમળકાભેર સ્વાગત કરે એવી ખાસ હાકલ કરી હતી.

બાપુએ ચપટી મીઠાના સત્યાગ્રહથી દેશના લોકોમાં સ્વતંત્રતાની તડપ કેળવી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજની દાંડી યાત્રા પણ દેશને ઘડવાના વિચારોની યાત્રા છે બાપુની હાકલથી હજારો લોકોએ નોકરી છોડી હતી,વિદેશી કાપડની હોળી કરી હતી. ભારતે અગાઉ ગુજરાતના નર રત્નો ગાંધી અને સરદાર પર મીટ માંડી હતી.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ નવી પેઢીને સ્વતંત્રતા મેળવવા માટેની ગૌરવ ગાથા સાથે નવી પેઢીને જાેડવા અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવવા અને દ્રઢ કરવા તથા આઝાદીના લડવૈયાઓની પ્રેરક શૌર્ય કથાઓથી તેમને વાકેફ કરવા આ આયોજન કર્યું છે. દેશની આઝાદીની અમુલ્યતા સમજવા માટેનો આ અનોખો કાર્યક્રમ છે.વડોદરાના સયાજીરાવ મહારાજે બ્રિટનના રાજાને પીઠ બતાવી હિંમતભેર સ્વતંત્રતા માટેની દેશની ઝંખના પ્રગટ કરી હતી.તો વડોદરાના રાજ્ય સેવક મહર્ષિ અરવિંદે સ્વતંત્રતા માટેની ક્રાંતિને વેગ આપવાની સાથે ૧૫ મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની આગાહી કરી હતી તેની તેમણે યાદ અપાવી હતી.નવી પેઢીના મનમાં આ ભૂમિકા દૃઢ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

વડોદરા મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર કેયૂર રોકડિયાએ સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના બલિદાનોને યાદ કરીએ.સ્વતંત્રતા સંગ્રામમાં દાંડી કુચ એક સીમાચિન્હ છે.પ્રધાનમંત્રીએ ૨૦૨૧માં તેના પુનઃ આયોજન દ્વારા આત્મ ર્નિભર ભારતને વેગવાન બનાવવાનો સંકલ્પ દૃઢ કર્યો છે.પૂ.બાપુ પણ દેશની આત્મ ર્નિભરતાના પ્રખર હિમાયતી હતા. વડોદરા મહાનગર સેવા સદને પણ બાપુના વિચારો અને પ્રધાનમંત્રીની હાકલ પ્રમાણે સ્વચ્છ વડોદરા, લોકોને સરળતાથી પાણીની ઉપલબ્ધિ,દરેક માટે ઘર,ટ્રાફિક અને પાર્કિંગની સરળતા જેવા કદમો દ્વારા પૂર્ણ સ્વરાજની લોકોની અનુભૂતિ કરાવવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.શહેરીજનો આ પ્રયાસોમાં સહભાગી અને વિકાસના સહયાત્રી બને. સર્વ ક્ષેત્રીય વિકાસ અને તમામ સુવિધાઓ લોકોને સંપૂર્ણ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે કામ શરૂ કર્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા, મનીષા વકીલ,સીમાબેન મોહિલે, પાલિકાના ડેપ્યુટી મેયર નંદાબેન જાેષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ ઉપરાંત પાલિકાનાઅન્ય પદાધિકારીઓ,નગરસેવકો, ભાર્ગવ ભટ્ટ, ડો.વિજય શાહ,શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત પક્ષ પદાધિકારીઓ,પૂર્વ મંત્રી લાખાવાળા, પૂર્વ મેયરો ,શિક્ષણ સમિતિ અધ્યક્ષ દિલીપસિંહ , મ્યુનિસીપલ કમિશનર પી.સ્વરૂપ,પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ ગાંધી વંદના દ્વારા રાષ્ટ્ર વંદનાના કાર્યક્રમમાં

જાેડાયાં હતા.