વડોદરા, તા. ૨૯

રેલ મંત્રાલયની યાત્રી સેવા સમિતિ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.સમિતિના સભ્યો દ્વારા સ્ટેશન પર જન આહાર, રેલવે સ્ટોલ પ્લેટફોર્મ નં. ૧ અને ૨ તથા ૩ પર યાત્રિઓની સેવાઓ જેવી કે વોટર પોઈંટ,સીસીટીવી સર્વેલન્સ રુમ, જનરલ વેઈટીંગ રુમ,એસી વેઈટીંગ રુમ તથા સરક્યુલેટિંગ એરિયાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે હાલમાં ચાલી રહેલ સ્વચ્છતા પખવાડા દરમિયાન કર્મચારીઓ અને યાત્રીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાંે સ્ટેશનની સ્વચ્છતા અને ડિસ્પ્લે બોર્ડ પર તથા ફુટ ઓવરબ્રિજની સીડી પર યાત્રી મિત્રવૃત માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં રેલ પ્રશાસના વખાણ કર્યા હતાં.આ દરમિયાન તેમણે યાત્રીઓ સાથે વાતચીત પણ કરી હતી અને તેમની પાસેથી ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.આ દરમિયાન યાત્રીઓએ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે યાત્રી સહાયકો (કુલીઓ) તથા સ્વચ્છતા માટે આવેલ લિડ એનજીઓની છાત્રાઓની ટીમ સાથે પણ સ્વચ્છતા સંવાદ કર્યો હતો.તેમણે રેલવે અધિકારીઓને વિનંતી કરી હતી કે યાત્રી સુવિધાઓ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવે અને મેન્ટનન્સ તથા રીપેરિંગની ત્વરિત રીતે કામગીરી થાય.સમિતિના ચેરમેન દ્વારા સ્ટેશનની સારી રીતે જાણવણી કરવા બદલ વિવિધ ટીમોને પુરસ્કાર અને સ્મૃતી ચિહ્નો પ્રદાન કરવામાં આવ્યા હતા.

વડોદરા - છાયાપુરી સ્ટેશન વચ્ચે યોગ્ય ટ્રાન્સપોર્ટ સુવિધાની રજૂઆત

રેલ્વે મંત્રાલયની પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન રમેશચંન્દ્ર રત્નને શહેર ભાજપ દ્વારા વડોદરા અને છાયાપુરી રેલ્વે સ્ટેશનન વચ્ચે યોગ્ય ટ્રાન્પોર્ટ સુવિધા ઉભી કરવા , રેલ્વે સ્ટેશન પર એક પણ સ્થાનિક વેન્ડર નથી.ત્યારે સખી મંડળ જેવી સંસ્થાઓએ રેલ્વે સ્ટેશન પર ફૂડ વગેરેના વ્યવસાય માટે જગ્યા આપવા , સ્ટેશનના પશ્ચિમ તરફ પીપીપી ધોરણે એક્સેલેટરની સુવિધા કરવા તેમજ પ્લેટફોર્મ પર ઓએનજીસી દ્વારા આપવામાં આવેલ ઈલેક્ટ્રીક કારનો યોગ્ય ઉપયોગ થાય તે માટે લેખિત રજુઆત કરવામાં આવી હતી.