અરવલ્લી : કોરોના વૈશ્વિક મહામારીને નાથવા લાગુ કરાયેલ લોકડાઉન બાદ અનેક લોકોની નોકરી છીનવાતા અને ધંધા-રોજગાર પડી ભાગતા શોર્ટકર્ટથી રૂપિયા ભેગા કરવા ગેરકાયદે માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં લોકો દારૂની હેરાફેરી,જુગાર અને ચોરીના રવાડે ચઢી ગયા હોવાના અને પોલીસ સંકંજામાં આવી જતા હોય છે.અરવલ્લી જિલ્લામાં ચોરી કરવાના ઈરાદે સ્કૂલમાં ઘૂસેલા ચોરનું કારનામુ જાણીને તમને નવાઈની સાથે પેટ પકડીને હસવા લાગશો. સ્કૂલમાં ચોરી કરવા માટે ચોર ઘૂસ્યો હતો. પરંતુ તેણે જે કર્યું તેનાથી બધાના હોંશ ઉડી ગયા હતા.ઉંઘ સામે ચોરી હારી ગઈ હોય તેમ સ્કૂલની ઓફિસમાં જ ઈયરફોન લગાવી ઉંઘી જતા વહેલી સવારે સ્કૂલમાં સ્ટાફ પહોંચતા ઓફિસના કબાટમાં તોડફોડ સાથે ચોર ઉંઘતો જોવા મળતા ચોકી ઉઠ્‌યા હતા.ચોરને ઝડપી લઈ પોલીસને સોંપી દીધો હતો. આ અંગે ઇસરી પોલીસે સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું અને ચોરીની કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું પંથકમાં ચોરી કરવા આવેલ ચોર ઉંઘી ગયો હોવાની જાણ થતા રમૂજ ફેલાઈ હતી મંગળવારે રાત્રીના સુમારે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં ચોરીના કરવાના ઇરાદે એક ચોર ત્રાટકી ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં રહેલી તીજોરી અને કબાટમાં તોડફોડ કરી થાકી ગયો હોય તેમ કાનમાં ઈયરફોન લગાવી આરામ કરવા જતા ઘસઘસાટ ઉંઘી ગયો હતો. જાણે ચોરી સામે ઉંઘની જીત થઇ હોય તેમ સવાર સુધી ઉંઘ ન ઉડતાં સવારે નિત્યક્રમ મુજબ શાળાએ પહોંચેલા સ્ટાફે ઓફિસમાં તોડફોડ થયેલી હોવાની સાથે ગાઢ નિંદ્રામાં રહેલો ચોર કાનમાં ઈયરફોન લગાવી ઉંઘેલી હાલતમાં જોવા મળતા પકડી પાડ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરને ઝડપી પાડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસ ચોપડે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચોરી કરનાર યુવકનો સ્ટાફ, પોલીસ અને ગ્રામજનો સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં યુવાન ચોરના કારનામા સામે ગુસ્સા સાથે રમૂજ પણ ફેલાઈ હતી.