વડોદરા, તા.૨૯

કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે પરંતુ નાબુદ થઈ નથી. સયાજી હોસ્પિટલના સત્તાધીશો કોરોના શહેર-જિલ્લામાંથી નાબુદ થઈ ગયો હોય તેમ કોરોનાના પીકઅપ સમયે બનાવવામાં આવેલી અલગ અલગ કમિટીઓ વિખેરી નાખ્યા બાદ કર્મચારી-સ્ટાફ સદંતર નિષ્ક્રિય બની ગયા હોય તેમ કોવિડ કેર સેન્ટરમાં લાગી રહ્યું છે. તાજેતરમાં દિવસ દરમિયાન આવતા શંકાસ્પદ કોરોનાા દરર્દીઓના આરટીપીસીઆરના સેમ્પલો લેવા માટે નર્સ્િંાગ સ્ટાફ અને તબીબો એકબીજાને ખો આપી રહ્યા હતો, જેના પરિણામે દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો હતો. ચોથા વર્ગના કર્મચારીઓને સેમ્પલો લેવાની ફરજ પાડવામાં આવી રહી હતી. આ વિવાદની શાહી હજુ સુકાઈ નથી તેવા જ સમયે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ લકવાગ્રસ્ત મહિલા દર્દીના પતિએ દર્દીના મોંઢા ઉપર ફરતી કીડીયોનો વીડિયો વાયરલ કરતાં કોવિડમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહી, આ મામલ મહિલા દર્દીના પતિને ફરજ પરના નર્સ્િંાગ સ્ટાફના ઉદ્વતભર્યા જવાબથી ચોંકી ઊઠયા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરીને દર્દીની સંભાળ રાખવા માટે કાકલુદી કરી હતી.શહેરની સયાજી હોસ્પિટલ લાલિયાવાડીને લઈને અવાર નવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભરૂચ જિલ્લાના જંબુસરના મહિલા દર્દી કીર્તિબેન ગોરડિયા (નામ બદલ્યું છે) પેરાલિસીસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ કોરોના મંદ પડયો હોવાથી ફરજ પરનો સ્ટાફ કોવિડ સેન્ટરના સત્તાધીશોએ ઓછો કરી દીધો છે. તદ્‌ઉપરાંત કોરોનાના દર્દીઓની કેર લેવા બનાવવામાં આવેલી કમિટીઓ પણ વિખેરી નાખવામાં આવી છે. જેથી ઓછા કર્મચારીઓના સ્ટાફ અને નિષ્ક્રિયતાના પાપે દાખલ દર્દીઓ પ્રત્યે બેદરકારી તેમજ લાલિયાવાડી ચલાવવામાં આવી રહી છે. જેનો તાદૃશ કરતો કિસ્સો લકવાગ્રસ્ત મહિલા દર્દીના મોંઢા ઉપર કીડિયો ફરતી જાેઈને પતિ ચોંકી ઊઠયો હતો. દર્દીના પતિ વોર્ડમાં ખબર કાઢવા ગયા ત્યારે મોઢા ઉપર કીડીયો ફરતી હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે ફરજ પરના નર્સ્િંાગ સ્ટાફને જણાવતાં સ્ટાફના કર્મચારીઓએ ઉદ્વત જવાબ આપતાં કહ્યું કે, આ પ્રાઈવેટ (ખાનગી) હોસ્પિટલ નથી, થોડું એડજસ્ટ કરવું પડે અને તમે આવીને મોઢુ લૂછી નાખજાે તેવો જવાબ આપ્યો હતો. આ જવાબથી ચોંકી ઊઠેલા પતિએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.