અમદાવાદ-

ગુજરાત સરકારે કોરોના બીજી લહેર બાદ થોડા થોડા નિયંત્રણો હળવા કર્યા છે. જેમાં ગઈ કાલે મળેલી કોર કમિટીની બેઠકમાં સી.એમ એ થિયેટરને 50 ટકા સાથે ખોલવાની મંજૂરી આપી છે. આગામી 27 તારીખ થી મલ્ટીપ્લેક્સ 50 ટકાની કેપેસિટી સાથે ખોલી શકાશે. જોકે આ કોરોના કાળમાં થિયેટર માલિકોને 1200 કરોડનો ફટકો પડયો છે. કોરોનાકાળમાં થિયેટર માલિકોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે અને લાઇટ બીલમાં રાહત આપવામાં આવી છે . જેથી તેમનો બીજો થોડો હળવો થયો છે. કોરોના કાળમાં ઘણા થિયેટર માલિકોએ થિયેટર બંધ કરવા સુધીનો પણ નિર્ણય લઈ લીધો હતો.

વાઈલ્ડ એન્ગલના મલિક રાકેશ ભાઈ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમને આ કોરોનાકાળમાં ખૂબ જ નુકશાન થયું છે. અમેં સરકારને રજુઆત કરી હતી ત્યારે સરકાર એ અમને ટેક્સ બિલ અને લાઈટ બીલમાં રાહત આપી છે. પરંતુ અમારો દર મહિને 5 લાખનું નુકશાન થઇ રહ્યું છે. ગઈકાલે સરકાર એ થિયેટર ખોલવા માટેની મંજૂરી આપી છે. કોવિડ ગાઈડલાઈન અને એસ ઓ પી મુજબ તો અમે તમામ થિયેટરના માલિકો મિટિંગ કરી અને નક્કી કરીશું કે કેવી રીતે ખોલવા.. કોરોનામાં પહેલી લહેરબાદ જ્યારે થિયેટર ખોલવામાં આવ્યા ત્યારે કોઈ દર્શક નહોતું આવતું અને જ્યારે ફિલ્મ અમે થિયેટર પર લાવ્યા અને ચાલુ થાય ત્યાં જ પાછી બીજી લહેર શરૂ થઈ ગઈ એટલે બંધ કરવા પડયા. આ વખતે અમે દરેક પાસા ને જોઈ અને પછી નિર્ણય કરીશું. હાલ તો અમે ઈંગ્લીશ ફિલ્મ ગુજરાતી ફિલ્મ અને જૂના ફિલ્મ થી થિયેટર ચાલુ કરવાના છીએ આગળ અમને કેવો રિસ્પોન્સ મળે છે તેના પર અમે નવા મુવી થિયેટરમાં લાવીશું. જોકે થિયેટરમાં નાસ્તો અને પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે પણ આજે નિર્ણય લઈશું. થિયેટરને સેનેટાઇઝ અને ટેમ્પરેચર ગનથી ટેમરેચર માપી અને માસ્ક સોસીયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરીશું.