ભરૂચ, ભરૂચના સેવાશ્રમ રોડ પર બુદ્ધદેવ માર્કેટમાં આવેલ રોનક ફેશનમાં ગત રાત્રીના તસ્કરોએ ચોરીને અંજામ આપી રૂપિયા દોઢલાખ ઉપરાંત ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બહાર આવી છે. રોનક ફેશનમાં બે-ત્રણ દિવસ પહેલા એક નોકર રાખવામાં આવ્યો હતો. જે રાત્રીના સમયે દુકાનમાં જ ઉપર સુઈ રહેતો હતો. મૂળ રાજસ્થાનના નોકરે જ તેના સાગરીતો ને રીક્ષા લઈ રાત્રીના સમયે બોલાવ્યા હતા. અને નક્કી કર્યા મુજબ નોકરે રિક્ષામાં દુકાનમાંથી તૈયાર કપડાં સહિત અંદાજે દોઢ લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ નોકરે જ દુકાનના તાળા મારી ચાવી પણ પોતાની સાથે લઈ ગયો હતો. સવારે દુકાનદાર વિજયસિંહે દુકાનને તાળા અને નોકરને ના જાેતા શંકા ઉભી થઇ હતી. ચોરીનો શક જતા તેમણે કટર વડે તાળા તોડી જાેતા દુકાનમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે વિજયસિંહે પોલીસને જાણ કરી હતી. જાેકે ચોરીની ઘટના દુકાન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના ફૂટેજ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે