ભરૂચ : પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલ બેંક રોડ વિસ્તારના વાણીયા શેરીનાં નાકા ઉપર આવેલ મોબાઈલની દુકાનમાંથી બુધવારની મોડી રાત્રે તસ્કર ટોળકીએ વિવિધ કંપનીના મોબાઈલ, એસેસરીઝ અને રોકડ મળી કુલ ૪૩ હજાર મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 

પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલા બેંક રોડ ખાતે રાત્રી દરમિયાન ચોર ટોળકીએ તસ્કરી કરી હતી. ચોરોએ બુધવારે મોડી રાત્રે પાલેજ બેંક રોડ ઉપર આવેલ ફોર યુ મોબાઇલ શોપના પતરાં તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ આ ઉપરાંત ૩ નંગ બ્લુટુથ, અને બે પાવરબેંક તેમજ દુકાનના કાઉન્ટરમાં મુકવામાં આવેલ ૧૩ હજાર રોકડાની પણ ઉઠાંતરી કરી હતી. તસ્કરોએ ખુબ જ આસાનીથી બજાર તેમજ રેહણાક વિસ્તારમાં આવેલ દુકાનનાં પતરાં તેમજ પી.ઓ.પી તોડી દુકાનમાં પ્રવેશી ર્નિભય બની અંદાજે ૪૩ હજારનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.