સુરત-

સુરત મનપાનું એક એવું ડિપાર્ટમેન્ટ છે જે ડિજિટલી રીતે કાર્ય કરી મનપાને ખૂબ જ મોટો આર્થિક લાભ કરાવી રહ્યું છે.પેપરલેસ પદ્ધતિ પર છેલ્લા એક વર્ષ થી કાર્ય કરી મનપાના અંદાજે 60 લાખ રૂપિયાનો માતબર ખર્ચ બચાવી રહ્યું છે.તે સાથે જ સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપર લેસ પદ્ધતિ પર કાર્ય કરતું મહાનગર પાલિકા બન્યું છે.પાલિકાના સેક્રેટરી વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે કોર્પોરેટર જે સમિતિનો સભ્ય હોય તેમાં જઈને તે સમિતિનો એજન્ડા જોઈ શકે છે. મોબાઈલ એપ્લિકેશન ઉપરાંત દરેક સભ્યને અલગ અલગ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં પણ એજન્ડા મોકલવામાં આવે છે. આમ તમામ કાર્ય એક્દમ પેપરલેસ વર્ક તરફ આગળ વળી હાર્ડ કોપીને બદલે એજન્ડા માટે સીધું જ ઓનલાઈન કોમ્યુનિકેશન શરૂ કરીને પાલિકાની તિજોરીના રૂપિયા પણ બચાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેશને આવી રીતે 60 લાખ રૂપિયાની બચત કરી છે. સાથો સાથ પેપરલેસ વર્ક થતા હજારો માનવ કલાકો અને પર્યાવરણની પણ રક્ષા કરી શકાઈ છે. અત્યારસુધી એજન્ડા કાઢવા માટે કરોડો કાગળો વપરાતા હતા.

સરકારી કચેરી કે સરકારી ઓફિસનું નામ પડતા જ ઓફિસની અંદર જૂની નવી ફાઈલોના થપ્પા, કાગળોના ઢગ અને આ બધાની વચ્ચે સરકારી કર્મચારી કામ કરતો હોય તેવું જ ચિત્ર સામે આવે છે અને તેવું હોય પણ છે ત્યારે ત્યાં કામ કરાવા જવું પણ દુષવાર લાગે છે.પરંતુ સુરત મહાનગર પાલિકાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ આ બધાથી પર છે.સરકારી કચેરી છે પણ ફાઈલ કે કાગળના એક પણ ઢગ નથી. કરણ કે આ ડિપાર્ટમેન્ટ છેલ્લા કે વર્ષથી ડિજિટલી માધ્યમથી કામ કરી રહ્યું છે અને સંપૂર્ણ પેપરલેસ પદ્ધતિ પર કાર્ય કરી રહ્યું છે.જેને લઇ સુરત મનપાનો વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ ઘટાડયો છે.