ભરૂચ

ભરૂચમાં તારીખ ૧૨ના રોજ રાત્રે ૨.૩૦ વાગ્યે ખેડુત હિતરક્ષક દળના કો-ઓડિનેટર અને ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરજીને પણ દિલ્હી જતા રોડ ઉપરથી પકડી વાગરા પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરવામાં આવ્યા હતા. જેમને કોઈ વાંક ગુના વિના પોલીસ સ્ટેશનમાં રાત ગુજારવી પડી અને બીજે દિવસે વાલીયા ખાતે પાણી પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રી તેમના નિવાસસ્થાને પોંહચી ગયાનો હાસકારો અનુભવ્યા પછી સાંજે પાંચ વાગ્યે તેમને છોડવામાં આવ્યા હતા.

 ગુરજીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની નજરમાં કૃષિ વિષયક કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરનારા ખેડુતો નથી તો મારી નજરમાં રૂપાણી પણ મુખ્યમંત્રી નથી.ભારતના સંવિધાનમાં સરકારની નિતીઓ બાબતે વિરોધ દર્શાવવાનો અધિકાર આપ્યો છે જે અધિકારને કોઈ છિનવી ના શકે તેમ છતાં પ્રશાસનિક તંત્ર કે સરકાર દ્રારા સંવિધાનનીય અધિકારોનું ભવન કરવું તે લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહીની સાબીતી આપે છે તે ઉજાગર થયું છે.

ગુજરાત સરકાર દ્રારા પોતાની નકલી શાખને બચાવવા માટે ખેડુત આગેવાનો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે સાબીત કરે છે કે ગુજરાત અને દેશની સરકાર ડરી ગઈ છે. ખેડુતોની એકતાએ સરકારની બંધારણીય વિરૂધ્ધની

પ્રવૃતિને લોકો વચ્ચે બેનકાબ કરી દિધી છે જે આવનાર દિવસોમાં સરકારને ભારે પડશે તેવી યાકુબ ગુરુજીએ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ આવનાર સમયે આ ખેડૂત આગેવાનો દિલ્હી ખાતે પહોચી થઈ રહેલા વિરોધ પ્રદશનમાં જાેડાય તો નવાઈ નહિ. કૃષિ વિધેયક બિલ પસાર થતાંની સાથે જ દિલ્હીની વિવિધ સીમાઓ ઉપર ખેડુતોની સંખ્યામાં દિવસેને દિવસે ધરખમ વધારો નોંધાતા વિવિધ રાજ્યોની ભાજપા સરકારો લોકતંત્રની આર્દશ પ્રક્રિયાનું નિકંદન કાઢી ખેડુત સંગઠનોના આગેવાનોને નજરકેદ બનાવી રહી છે. ભારત બંધના આગલા દિવસે સાંજે ગુજરાતના મુખ્યમંત્રીએ એક પ્રેસ કોંફરન્સ કરી ખેડૂતો દ્વારા ૮ ડિસેમ્બરના રોજ ગુજરાત બંધ ન રહે તેવો પ્રયત્ન કર્યો. ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓએ મેદાનમાં આવી ભારત બંધની અસરને રોકવાનો પ્રયાસ કર્યો પણ તું બધું જ નિરર્થક રહ્યુ, ગામડાઓ તેમજ તાલુકા મથકો કેટલાય સ્થળો બંધ રહયા હતા. ગુરુજી ઉપરાંત રતનસિંહ ડોડીયા, ચેતન ગઢિયા,જયેશ પટેલ, ડાહ્યાભાઈ ગજેરા, યાકુબ ગુરજી, રમેશ ઓઝા, સહીતના ગુજરાતના ખેડુત આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા.