/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બોગસ મા કાર્ડ કઢાવી આપવાના કૌભાંડમાં ત્રણ એજન્ટો ઝડપાયા

વડોદરા : ખોટા દસ્તાવેજાેના આધારે મા અમૃતમ્‌ કાર્ડ - મા કાર્ડ કઢાવી આપવાના કૌભાંડમાં ડીસીબીએ ત્રણ એજન્ટોને ઝડપી પાડયા છે. સુદામાપુરી અર્બન સેન્ટરના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરે નોંધાવેલી ફરિયાદમાં સાત એજન્ટોના નામ હતા એ પૈકી નરેશ જગજીવનરામ, મનોજ કંચનલાલ સોની અને જિતેન્દ્ર ડાહ્યાભાઈ ચાવડાને ડીસીપી પોલીસે ઝડપી પાડયા છે. 

આ બનાવ અંગે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચિરાગ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૧-૧૦-૨૦ના રોજ સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટર મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે મા વાત્સલ્ય યોજનાના કાર્ડ મુદ્દે જમા કરાવેલા દસ્તાવેજાે શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. મા અમૃતમ્‌, મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની કામગીરી ઈમેજિનરિંગ પ્રા.લિ. નામની એજન્સી દ્વારા કરવામાં આવે છે. મા અમૃતમ્‌ કાર્ડ, મા વાત્સલ્ય યોજનાના કાર્ડ બનાવવા માટે વિવિધ પ્રકારના પુરાવાઓ રજૂ કરવામાં આવતા હોય છે. એજન્સી થકી બનાવવામાં આવેલ ૩પ જેટલા મા અમૃતમ્‌, મા વાત્સલ્ય યોજનાના કાર્ડ જમા કરાવવામાં આવેલ આવકના પુરાવાઓ શંકાસ્પદ જણાઈ આવ્યા હતા, પુરાવાઓની તપાસ દરમિયાન કાર્ડ બનાવવા માટે આપેલા આવકના દાખલાઓ ફોર્મેટમાં ટાઈપ કરેલા શબ્દો અને લાભાર્થીનો ફોટો શંકાસ્પદ હતો જેને કારણે ખરાઈ કરવા માટે મામલતદાર કચેરીએ મોકલાયા હતા જેમાંથી ૩પ લાભાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલ દસ્તાવેજાે મામલતદારની કચેરી દ્વારા ઈશ્યૂ નહીં કરાયા હોવાનું સામે આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા ૩૫ લાભાર્થીઓમાં મા અમૃતમ્‌ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાનગી રાહે તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે ૩૫ લોકોએ એજન્ટો મારફતે કામગીરી શરૂ કરી હતી જેમાં એજન્ટોને આવકના કોઈ દાખલ આપવામાં આવ્યા નહીં હોવાનું અર્બન હેલ્થ સેન્ટર ખાતે રજૂ કર્યા નહોતા. એજન્ટો દ્વારા ખોટા અને બોગસ આવકના દાખલાઓ બનાવી અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કરી કાર્ડ કઢાવ્યું હતું. આ કૌભાંડ આચરવા માટે જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારની ખોટી સહી-સિક્કા કરી દાખલાઓ બનાવાયા હતા. પોલીસે આ મામલે મનીષ પટેલ, મનોજ સોની, નરેશ, જિતુ, પ્રવીણ, સતીષ સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં વધુ લોકોની સંડોવણી બહાર આવવાની શક્યતા સેવાતી હતી ત્યારે એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ડીસીબીએ ત્રણ એજન્ટોને ઝડપી પાડયા છે. જેમાં નરેશ જગજીવન રામ, મનોજ કંચનલાલ સોની અને જિતેન્દ્ર ડાહ્યાભાઈ ચાવડાને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution