વડોદરા, તા. ૨૧

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આજવા સરોવર પાણી પ્રોજેક્ટ નજીક આવેલા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સફાઇની કામગીરી કરવાની હોવાથી આવતિકાલ થઈ ત્રણ દિવસ સુધી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પુરવઠાને અસર થશે. જેના પગલે શહેરના લગભગ પાંચ લાખ લોકોને પાણીના કકળાટનો સામનો કરવો પડશે.નિમેટા ખાતે ત્રણ નંબરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લામેલા ક્લેરીફાયરની સફાઈ કરવામાં આવનાર છે. જેથી તારીખ ૨૨થી ૨૪ સુધી જીઆઇડીસી ટાંકી, તરસાલી, બાપોદ, નાલંદા ,ગાજરાવાડી, માંજલપુર, કપુરાઈ, સયાજીપુરા પાણીની ટાંકી તેમજ સોમા તળાવ, મહેશનગર ,સંખેડા દશાલાડ બુસ્ટર, મહાનગર, નંદધામ, મકરપુરા બુસ્ટર એમ કુલ આઠ ટાંકી અને છ બુસ્ટરના કમાંન્ડ વિસ્તારમાં આશરે પાંચ લાખ જેટલા લોકોને પાણી પુરવઠાની અસર થશે. આ ત્રણ દિવસ દરમિયાન પાણીનો કાપ સાથે પાણી લો પ્રેસરથી અને ઓછા સમય માટે પાણી અપાશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા થી આવતુ પાણી નિમેટા ખાતે ફિલ્ટર કરીને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. નિમેટા ખાતે ફિલ્ડરેશનના કુલ ત્રણ પ્લાન્ટ છે. જેમાં પ્રથમ પ્લાન્ટ છે તે કન્વેશનલ છે. જ્યા લામેલા લાગતા નથી,બીજા નંબરના પ્લાન્ટમાં પણ લામેલા નથી.આમ આ બે પ્લાન્ટમાં સફાઈની જરૂર નથી. જ્યારે પ્લાન્ટ નં-૩ માં લામેલા લાગેલા છે. જ્યાં પાણીની સાથે માટી, વનસ્પતિ તેમજ ખડકના કણો વગેરે તણાઈને આવે છે અને જામી જાય છે.ેજેથી તેના સફાઈની જરૂર હોંય છે.

લામેલા એટલે એક પ્રકારની મોટી ગળણી હોંય છે. જે પાણી આવે છે તે ફિલ્ટરેશન પ્લાન્ટમાં જતા પૂર્વે લાગેલી હોંય છે. જેમાં તળાવ માંથી જે પાણી લેવાય છે તેમાં પ્રિ ક્લોરિનેશન, સેડિમેન્ટેશન એટલા પાણીનુ ઠારણ ,ફિલ્ટરેશન અને પોસ્ટ ક્લોરિનેશન કરાય છે.લામેલા ની વર્ષમાં એકવાર સફાઈ કરવી પડે છે.જેથી આ કામગીરીના કારણે ત્રણ દિવસ ઓછા પ્રેસર થી પાણી વિતરણ કરવામાં આવશે.