દેવગઢ બારિયા, સુપર સ્પેરેડર કેટેગરીમાં આવતા દુકાનદારો તથા નાના મોટા વેપારીઓમાં કોરોના સંક્રમણ વધુ જણાવતા આવશ્યક સેવાઓ પૂરી પાડતા નાની મધ્યમ તથા મોટી દુકાનો તથા ધંધાકીય એકમો જેવા કે દૂધ, કરીયાણા, સુપર માર્કેટ ફળ તથા શાકભાજી વગેરેના વ્યવસાય સાથે જાેડાયેલા વેપારી તથા તેઓને ત્યાં કામ કરનારા દિવસ દરમિયાન વિવિધ લોકોના સંપર્કમાં આવતા હોવાના કારણે કોરોના વાયરસના સંક્રમણના ફેલાવા માટે તેઓ સુપર સ્પેરેદર કેટેગરીમાં આવતા હોય અને હાલમાં તહેવારો નિમિત્તે બજારમાં ભીડ વધારે જાેવા મળે છે. જેથી કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના પગલા ના ભાગરૂપે જેથી એકમના માલિક તથા તેમાં ફરજ બજાવતા તમામ લોકોએ દર પંદર દિવસે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવો જરૂરી જણાતો હોય દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બારીયા નગરમાં આજરોજ સર્કલ બજારમાં કોટના ટેસ્ટ માટે આજરોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા દુકાનદારો શાકભાજી તેમજ ફળફળાદીના વેપારીઓ તથા એકમોના માલિક તેમજ તેમાં કામ કરતા લોકોએ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવી તંત્રની સરહનીય કામગીરીમાં નગરના જય માતાજી ગરબા મંડળ દ્વારા ભરપૂર સહયોગ આપ્યો હતો.જેમાં આજરોજ ૪૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ અગાઉ તાજેતરમાં દેવગઢબારિયા નગરમાં આવા જ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી માત્ર ત્રણ જણાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.