વડોદરા મહાનગર પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકોને માટે આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓમાં ભાજપના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્ર મોહનો અહમ પોષવાને માટે બેબાકળા બની જય મીડિયાકર્મીઓને હરહંમેશની માફક જાેઈ લેવાની ધમકી ઉચ્ચારી હતી. તેઓને તેમના પાલિકાના વોર્ડ-૧૫માંથી અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભરનાર પુત્ર દિપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર ત્રણ સંતાનોને લઈને રદ્દ થઇ શકે છે. એ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો .તો એકાએક આક્રોશમાં આવીને એક મીડિયા કર્મીને કેમેરાની સામે એવી ધમકી ઉચ્ચારી હતી, કોઈને કહીને ઠોકાવી દઈશ. જાહેરમાં ખુલ્લેઆમ આવી ધમકીને લઈને સન્નાટો વ્યાપી ગયો હતો. તેમજ એક તબક્કે જિલ્લા પંચાયત કચેરીમાં હાજર કર્મચારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. જે સમયે ફોર્મ રદ થશે એવું લાગવા માંડ્યું ત્યારે દિપક શ્રીવાસ્તવના નારાજ ટેકેદારોએ સરકારી કચેરીને માથે લઈને ભયનું વાતાવરણ સર્જીને કચેરીના કાચ તોડી નાખ્યા હતા. આ સંજાેગોમાં એકાએક બનેલી ઘટનાને લઈને કર્મચારીઓમાં પણ ઘભરાટ ફેલાઈ ગયો હતો. પરંતુ આ ઘટના સ્થળે આગ ઓલવાય પછીથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની પોલીસે પહોંચીને જાણે કે બધુ જ નિયંત્રણ હેઠળ હોવાનો દેખાડો કર્યો હતો.પરંતુ ત્યારે જે થવાનું હતું એ થઇ ગયું હતું. તેમજ આ દબંગગીરી કરનારાઓ પણ ફરાર થઇ ગયા હતા. ઘટના સ્થળેથી નૌ દો ગ્યારહ થઇ ગયા હતા. પરંતુ અગાઉ જાહેરમાં ફાયરીંગ અને જાહેરસભાના મંચ ઉપરથી ધમકીની ભાષા વાપરવા જેવા દબંગગીરીના અનેક કિસ્સાથી શિસ્તબદ્ધ મનાતી પાર્ટીની ઇજ્જત લેનાર તરીકે વગોવાયેલા વાઘોડિયાના વિવાદાસ્પદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીને કેમેરાની સામે આપેલી જાનથી મરાવી નાંખવાની ધમકી આજે રાજ્યભરના સમાયાર માધ્યોમોમાં ઉત્તેજના ફેલાવી રહી હતી.