પુલવામા-

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના કાર્યકરોની હત્યા છડે ચોક થઇ રહી છે. હવે કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ફિદા હુસેન સહિત 3 નેતાઓની હત્યા કરી હતી. અન્ય બે નેતાઓની ઓળખ ઓમર રશીદ બેગ અને અબ્દર રશીદ બેગ તરીકે થઈ હતી.

ગુરુવારે રાત્રે આઠ વાગ્યે કુલગામ પોલીસને ભાજપના ત્રણ નેતાઓ પર થયેલા આતંકી હુમલોનો અહેવાલ મળ્યો હતો. આ પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકરો પર ગોળીબાર કર્યો હતો, જેની ઓળખ ફીદા હુસેન, ઓમર રશીદ બેગ અને અબ્દર રશીદ બેગ તરીકે છે. આ હુમલામાં ત્રણેય ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

પોલીસે આ અંગે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ ચાલુ છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. કુલગામ ઉપરાંત શોપિયાંમાં પણ આતંકી હુમલો થયો છે. આમાં એક યુવક ઘાયલ થયો છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.