રાજપીપળા, રોજગારી માટે ગયેલા નર્મદા જિલ્લાના ૩ આદીવાસી યુવાનોને ૫૭ દિવસ સુધી માનસિક-શારીરિક ત્રાસ અપાયો હોવાનો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે.જાે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા અને નર્મદા પોલીસની મધ્યસ્થતાથી એ યુવાનો પોતાના ઘરે પરત તો ફરે છે.એ યુવાનોનું એમ કહેવું છે કે અમારા જેવા તો કેટલાયે લોકો ત્યાં ફસાયા છે. 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુલના મોટા લિમટવાડા ગામના લક્ષ્મણ બાબુ વસાવા (ઉ.વ.૨૧), હરિસિંહ દુલિયા વસાવા (ઉ.વ ૫૦) તથા હીરાભાઈ પાંચિયા વસાવા (ઉ.વ.૩૫) રોજગારી માટે ભરૂચ ગયા હતા.એ ત્રણેવને શક્તિનાથ ચોકડી નજીકથી એક દલાલ કડીયા કામ કરવાનું છે એમ કહીને બિલ્લીમોરા નજીકના ધોલાઈ ધક્કા ગામે લઈ જાય છે, હવે દલાલને તો એક જણની દલાલીના ૨૦૦૦ મળી કુલ ૬૦૦૦ મળી જતા ત્યાંથી જતો રહે છે.પણ એ ત્રણેવ યુવાનોને કડીયા કામની જગ્યાએ મછીમારીનું કામ કરવા દરિયાની વચ્ચે બોટમાં લઈ જવામાં આવ્યા હતા.

આદીવાસી યુવાનોના જણાવ્યા મુજબ એમણે ૨૪ કલાક સુધી બસ ફક્ત દરિયામાંથી માછલી પકડવાનું અને જાત મુજબ માછલીને અલગ અલગ મુકવાનું કામ કરવાનું હતું.તેઓ માછલીની જાતને ઓળખતા ન હોવાથી એમણે શેઠને કહ્યુ કે અમે માછલીની જાત ઓળખતા નથી અમને ઘરે જવા દો અમારે આ કામ કરવું નથી.આવું જણાવતા એ ત્રણેવ યુવાનોને જાડી રસ્સીથી મારવામાં આવતા હતા અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આવી રીતે દિવાળી નજીક આવી ગઈ, યુવાનોએ શેઠને કહ્યું અમને દિવાળીમાં તો ઘરે જવા દો, ત્યારે પણ એ યુવાનોને માર મારવામાં આવ્યો.આવી જ ખરાબ હાલતમાં એમણે ૫૬ દિવસ વિતાવ્યા, અંતે લક્ષ્મણ બાબુ વસાવાને યુક્તિ સુજી એણે બોટના ડ્રાયવરને કહ્યુ કે અમારું આધાર કાર્ડ ઘરેથી મંગાવવાનું છે તો ફોન આપો ઘરે ફોન કરવો છે.બોટના ડ્રાયવરના ફોન પરથી એણે પોતાના ભાઈને ફોન કરી આપવીતી જણાવી, લક્ષ્મણના ભાઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને જણાવ્યું તો એમણે નર્મદા પોલિસને લેખિતમાં જાણ કરતા તમામ યુવાનોનો ૫૭ દીવસ બાદ છૂટકારો થયો.યુવાનો કહે છે કે અમને અમારા એ શેઠનું અને દલાલનું નામ તો યાદ નથી પણ એ જગ્યા અમે જિંદગીભર ભૂલી નહિ શકીએ. યાતના ગુજારી ચૂકેલા ૩ આદિવાસી યુવાનોએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા અને નર્મદા પોલીસ અમારી મદદે ન આવી હોત તો અમારી શુ દશા થાત એ અમને ખબર નથી.લક્ષ્મણ બાબુ વસાવાએ જણાવ્યું કે બોટના ડ્રાયવરનો નંબર મારા ભાઈના મોબાઈલના લિસ્ટમાં આવી ગયો હતો, એની પર નર્મદા ડ્ઢરૂજીઁ રાજેશ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ સાલમસિંહ ખુમાનસિંહ પરમારે ફોન કર્યો ત્યારે અમને ત્યાંથી છોડ્યા.ત્યાંથી છોડતા પેહલા અમારો એવો ખોટો વિડીયો પણ ઉતાર્યો કે અમને ૫૭ દિવસનો પૂરે પૂરો પગાર મળી ગયો છે.પણ ખરેખર અમને ૧૦૦૦ રૂપિયા આપી ત્યાંથી બસમાં મોકલી દેવામાં આવ્યા હતા, અમે જેટલો સમય કામ કર્યું એ મહેનતાણું તો અમને આપ્યું જ નથી.