લોકસત્તા ડેસ્ક 

આમ તો વર્ષ 2020 કોરોના નામથી ઓળખાતુ રહેશે.કેમ કે કોરોનાને કારણે દુનિયાભરમાં જીવન જીવવાની રીત બદનાર કોરોનાએ ન કરવાનું કરી નાખ્યુ.આમ છતાં સમય જતાં ધીમે ધીમે લોકોની ગાડી પાટા પર આવી હતી. અને જાહેર જીવન શરૂ થયુ હતુ.એવામાં રમત-ગમતની વાત કરીએ તો આ વર્ષે પણ અનેક ઔતિહાસિક જીત નોંધાઇ જે એક રેકોર્ડ બનીને રહેશે.તો ચાલો જોઇએ વર્ષ 2020ની ટોપ-૧૦ સ્પોર્ટિંગ મૂવમેન્ટ કઇ હતી.

વર્ષ 2020ની ટોપ સ્પોર્ટિંગ મૂવમેન્ટ 


૧ સાત વખતના WWE ચેમ્પિયન અંડરટેકરે ૩૦ વર્ષના કરિયરને વિરામ આપ્યો,તેના નામે રેસલમિનિયામાં સતત ૨૧ મેચ જીતવાનો રેકોર્ડ છે.


૨ જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખે બુંદેસલિગા,સુપરકપ અને ચેમ્પિન્સ લીગ ટાઇટલ હાંસિલ કરીને ઐતિહાસિક ટ્રબલ જીત મેળવી 


૩ મહિલા ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ જીત્યું.આ મેચને નિહાળવા માટે લગભગ ૮૬,૦૦૦ ફેન્સ આવ્યા હતા.


૪ કોરોના મહામારી વચ્ચે લિવરપુલે ૩૦ વર્ષ બાદ ઇંગ્લિશ પ્રીમિયર લિગનું ટાઇટલ જીત્યું ટીમે છેલ્લી વખત ૧૯૯૦માં લીગ જીતી હતી.


૫ મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી IPL 2020નું ટાઇટલ જીત્યુ,ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પાંચમું ટાઇટલ પોતાના નામે કર્યું


૬ પોર્ટુગલ ગ્રાં પ્રી જીતની સાથે લુઇસ હૈમિલ્ટન સર્વાધિક F1 રેસ જીતનાર ડ્રાઇવર બની ગયો.તેને માઇકલ શૂભાકરના 91 જીતનો રેકોર્ડ તોડ્યો


૭ મશહૂર મુક્કેબાજ માઇક ટાયસને ૧૫ વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં વાપસી કરી. ટાયસન પોતાની કમબેક મેચમાં રોય જોન્સ સામે ટકારાયો હતો.


૮ ડોમિનિક થિમ આ વર્ષે US OPEN નો નવો ચેમ્પિયન બન્યો.થિએમ આ ટાઇટલ જીતનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.


૯ US OPENમાં નોવાક જોકોવિકએ એક જજને બોલ મારતા ડિસક્વોલિફાય થયો હતો.જેના કારણે તે આ ગ્રૈંડસ્લેમમાંથી બહાર થયો હતો.


૧૦. NBA ૨૦૧૯-૨૦ સીઝન ફાઇનલમાં એલએ લેકર્સે મિયામી હીટને હરાવી 17મી વખત ટાઇટલ જીત્યું હતુ.