ભરૂચ

ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ હરહંમેશા ટ્રાફિકજામ મુદ્દે વિવાદ માં રહેતો હોય છે.પરંતુ ટ્રાફિકજામ થવા પાછળ ટ્રાફિક પોલીસ અને બીટીઈટીના કર્મીઓ જવાબદાર હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં બીટીઈટીનો જવાન ભારે વાહન ચાલકોને રોકતો હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થતું હોવાનું દેખાઈ રહ્યું છે.તો બીજી તરફ વાહન ચાલકો પાસે થી પોલીસકર્મીઓ અને બીટીઈટીના જવાનો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચાઓ ભારે જોર પકડતા પોલીસ સામે વાહન ચાલકો ફિટકાર વરસાવી રહ્યા છે.

તાજેતર માં વરસેલા વરસાદના પગલે નેશનલ હાઈવે ૪૮ નો માર્ગ સહીત જુનો સરદાર બ્રિજ બિસ્માર બની જતા બ્રીજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા ભારે વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થતું હતું.જેના પગલે વાહન ચાલકોનો સમયનો વેરફાટ સહીત ઈંધણનો બગાડ થતો હતો.ટ્રાફિકજામ ની સમસ્યાના પગલે બિસ્માર માર્ગની મરામત તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.જેના કારણે ટ્રાફિક હરવો થયો છે.પરંતુ જુના સરદાર બ્રિજ ના અંકલેશ્વર તરફના છેડા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ડેરા તંબુ ઉભો કરી ભારે વાહન ચાલકોને રોકવામાં આવે છે અને ટ્રાફિકોના નિયમો અંગે દંડ કરવાના બહાને ભારે વાહન ચાલકો પાસે થી ઉધરાણી પણ કરી રહ્યા હોવાની બુમો પણ ઉઠવા પામી છે.જોકે બીટીઈટીના જવાનોને વાહનોને રોકવાની કોઈ સત્તા હોતી નથી તેમ છતાં પણ વાહનોને રોકી રૂપિયાની ઉધરાણી કરવાની લ્હાય માં વાહન ચાલકો ટ્રાફિકજામનો ભોગ બની રહ્યા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.