ગાંધીનગર-

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના રહેલી છે ત્યારે તેને પગલે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જોવા મળેલા નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસના કેસ પણ ગુજરાતમાં સામે આવ્યાં છે ત્યારે તેને લઈને પણ સરકાર તરફથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજની બેઠકમાં સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનો એક્શન પ્લાન તૈયાર કરાશે. ઉપરાંત વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવશે. તે અંગે ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરાશે.આ ઉપરાંત વિકાસના કામોને પણ આગામી 2022ની ચૂંટણીને લઈને જલદી પૂર્ણ કરવામાં આવશે. જે જોતાં ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપરાંત ગાંધીનગરના અન્ય અધિકારીઓ સાથે મિટિંગનો દોર શરૂ થયો છે. બેઠકમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરના એક્શન પ્લાન મુદ્દે તો ચર્ચા તો થશે જ, આ ઉપરાંત વેક્સીન પ્રકિયા વધુ તેજ કરવા મુદ્દે પણ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. 21 જૂનથી વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સી.એમ. રૂપાણીએમ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાખ લોકોને પહોંચે તે પ્રકારનો ટાર્ગેટ છે. પરંતુ વેક્સિનના ડોઝ અત્યારે ઓછા મળી રહ્યાં છે. આગામી સમયમાં નવા ડોઝ આવશે તો સરકાર કયા પ્રકારે નવા સેન્ટરો ઓપન કરી લોકો સુધી વેક્સિન પહોંચાડશે તે વિશે પણ ચર્ચા થશે.