ગોધરા ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમને ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે પસાર થતી કુણ નદી પાસે ગેરકાયદેસર રીતે જેસીબી મશીન દ્વારા એક ટ્રેક્ટરમાં રેતી અને મોરમ ભરાઈ રહ્યું છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી અને એક ટ્રેક્ટર અને જેસીબી મશીન સહિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગઇકાલે રાત્રિના ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર હેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર બાજ નજર રાખી નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોધરા તાલુકા કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે પસાર થતી કુણ નદી પાસે એક જેસીબી મશીન દ્વારા એક ટ્રેક્ટરમાં મોરમ અને રેતી ભરીને ગેરકાયદેસર જઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ દરમિયાન ગોધરા તાલુકા કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે એક જેસીબી મશીન અને ટ્રેક્ટર સહિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મુકવામાં આવ્યો હતો.