દાહોદ, દાહોદ નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થતા નગરમાં સફાઈના મામલે પાલિકાની નિષ્ક્રિયતા ઊડીને આંખે વળગે તેવી નજરે પડી રહી છે. દાહોદ નગરમાં કોરોનાની સારવાર આપવામાં આવે છે. તે જાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આજે ગટરની સફાઈના અભાવે ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી રેલાતા તે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા તમે રોગચાળા ની દેશ ઊભી થવા પામી છે દાહોદ શહેરમાં હાલ પાલિકા નો તમામ વહીવટ ચીફ ઓફિસરના હસ્તક છે. તેવા સમયે શહેરમાં ઠેર-ઠેર કચરા ની સાથે સાથે ઉભરાતી ગટરો પણ જાેવા મળી રહી છે દાહોદ શહેરની સરકારી હોસ્પિટલ એટલે કે હોસ્પિટલમાં અન્ય બીમારીઓની સાથે સાથે કોરોના ની પણ સારવાર આપવામાં આવે છે કોરાણા ની સારવાર માટે અલાયદો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે આ હોસ્પિટલથી યાદગાર ચોક તરફ આવતા શોર્ટકટ રસ્તા ઉપર ની ગટર સફાઈના અભાવે આજે ચોક થઈ જતા ગટરના અસહ્ય દુર્ગંધ મારતા ગંદા પાણી આખા રસ્તે રેલાતા તે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાવા પામી છે. તે રસ્તે દવાખાને આવતા જતા લોકોને પણ આ રોડ પરથી નીકળવું મુશ્કેલ બને છે જાે નગરપાલિકા ના સફાઈ વિભાગ દ્વારા આ જ રીત ની કામગીરી કરાતી રહેશે તો આવનારા દિવસોમાં દાહોદમાં રોગચાળો ફેલાવશે