રાજકોટ, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ૭૬૧ ઉમેદવારોમાંથી ગુજરાતના ૧૩ ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં ૧૧૬ નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસીની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. યુપીએસસી ક્લિયર કરનાર વલય વૈદ્ય ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, એટલું જ નહિ તે સરકારી સ્કૂલમાં ભણેલો છે. કોઈ સરકારી સ્કૂલનો વિદ્યાર્થી આ રીતે યુપીએસસી ક્લિયર કરે તે ગર્વની વાત છે. વલય વૈદ્યએ વડોદરાની સરકારી સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યુ હતું. તેના બાદ તેણે ગાંધીગરની અંબાણી કોલેજમાં બી.ટેક ઈન આઈટીસી કર્યું છે. વર્ષ ૨૦૧૬ થી તેણે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની શરૂઆત કરાઈ હતી. વર્ષ ૨૦૧૯ માં તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમણે ૨૧ મો રેન્ક મેળવ્યો હતો. જીપીએસસી પાસ કર્યા બાદ પણ તેઓ સતત યુપીએસની તૈયારીઓ કરી રહ્યા હતા. ચોથીવારની ટ્રાયલમાં આખરે તેમની યુપીએસસી ક્લિયર થઈ હતી. હાલ તેઓ પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેની સાથે તેઓ રોજ સમય કાઢીને ૬ કલાકનો સમય વાંચવા માટે ફાળવતા હતા. જેની આખરે તેમને સફળતા મળી છે. ગુજરાતમાં બીજાે રેન્ક આવવાથી તેમના માતાપિતા ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા. તેમના પિતા ૧૨ વર્ષથી કતારમા નોકરી કરી છે. તેથી હવે વલય વૈદ્ય પિતાને પરત બોલાવી પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડી લેવા માંગે છે.