વડોદરા-

વડોદરાના ફતેહપુરા કોયલી ફળિયામાં ખાનગી માલિકીના મકાનમાં ગણેશ સ્થાપનાને લઈને મામલો ગરમાયો છે. અને પોલીસ દોડી આવી હતી. કોયલી ફળિયામાં 108 વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જાહેર સ્થળે નહી પરંતુ ખાનગી સ્થળે નિર્ધારિત કરાયેલી બે ફૂટની ગણેશ પ્રતિમા મુકવામાં આવી. ફતેહપુરા કોયલી ફળિયામાં ખાનગી માલિકીના મકાનમાં ગણેશ સ્થાપના કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને ગણેશ મંડળના આયોજકો અને પોલીસ વચ્ચે વિવાદ થયો.

સ્થાનિકોના મતે તેઓએ ખાનગી મિલકતમાં બે ફૂટની ગણેશ સ્થાપના કરવામાં આવી પરંતુ પોલીસે તેમણે પણ અટકાવતા મામલો ગુચવાયો હતો. મળતી માહિતી મુજબ, વડોદરાના ફતેહ પૂરા કોયલી ફળિયામાં છેલ્લા 108 વર્ષથી બિરાજતા ગણેશજીને કોરોના મહામારી નડી છે. જેમાં સ્થાનિકો દ્વારા જાહેર માર્ગ પર નહિ પરંતુ ખાનગી માલિકીના મકાનના આયોજકો દ્વારા ગણેશજીની નિર્ધારિત બે ફૂટ ની પ્રતિમા મૂકતા પોલીસ દોડી આવી હતી અને જાહેર સ્થળે નહિ પરંતુ ખાનગી સ્થળે પણ ગણેશજી ની સ્થાપના નહિ કરવા દેવા માં આવતા મામલો ગરમાયો છે અને ગણેશ મંડળ ના આયોજકો અને પોલીસ વચ્ચે વિવાદ થયો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે કોરોના મહામારીના પગલે તેવો સાર્વજનિક ઉત્સવ નથી ઉજવી રહ્યા પરંતુ એક ખાનગી મિલકતમાં ગણેશજીની બે ફૂટ જેટલી મૂર્તિ સ્થાપન કરવામાં આવી રહી છે. પરંતુ, પોલીસ દ્વારા તેમને આ પણ કરતા અટકાવતા મામલો ગુચવાયો છે પોલીસ ખાનગી માલિકીના મિલકતમાં પણ મૂર્તિની સ્થાપન નહિ કરવા દેતા સ્થાનિકોમાં નારાજગી છે. જાેકે હાલ કોયલી ફળિયા વિસ્તાર માં પોલીસ દોડી આવી છે અને ખાનગી મિલકતમાં બિરજમાન ગણેશજી મૂર્તિ બેસાડવાના મુદ્દે આયોજકો સાથે વિચાર વિમર્શ કરી રહી છે.