તેલંગાણા

તેલંગાણાના સાત વર્ષના પર્વતારોહી વિરાટ ચંદ્રાએ એક મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. તે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમંજારો પર પહોંચ્યો બાદમાં ત્યાં ત્રિરંગો લહેરાવ્યો. વિરાટે 6 માર્ચે તંજાનિયાના 5,895 મીટર ઊંચા કિલિમંજારો શિખર પર આ કામ કર્યું હતું.

આ સમય દરમિયાન તેની સાથે કોચ ભરત પણ હતા. 75 દિવસની સખત તાલીમ અને 5 માર્ચે ચડવાનું શરુ કર્યા બાદ વિરાટ આ ઉંચાઈએ પહોંચ્યા. વિરાટે કહ્યું, હું થોડો ડરતો હતો, પણ લક્ષ્‍ય સુધી પહોંચવા માંગતો હતો. મેં હાર માની નહીં. આ શિખરો બર્ફીલા તોફાનો અને તીવ્ર ઠંડા વાતાવરણ માટે જાણીતા છે.

તેમજ વિરાટના આ અભિયાનનું નેતૃત્વ કરનાર કોચ ભરતએ કહ્યું, “અમે આ અભિયાનને લઈને તમામ સાવચેતી રાખી હતી અને નિર્ણય કર્યો હતો કે જો વિરાટ અસ્વસ્થતા અનુભવે તો તે પાછો ફરીશું. તેમણે અમને ગર્વ અનુભવવાનો અવસર આપ્યો.” તેમણે કહ્યું, “જ્યારે અમે કિલિમંજારો પર ચઢવા માટે આરોહકોને તાલીમ આપીએ છીએ, ત્યારે આ દરમિયાન ઘણા લોકો પીછેહઠ કરે છે, પરંતુ વિરાટે ખૂબ જ સમર્પણ સાથે તેની તાલીમ પૂર્ણ કરી હતી.”