મુંબઇ

બોલિવૂડની અભિનેત્રી જાન્હવી કપૂર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સુંદર ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ જાન્હવી કપૂર બેલી ડાન્સે બેલી ડાન્સ કરીને પોતાના ચાહકો માટે એક વીડિયો શેર કર્યો છે. ચાહકોને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને ચાહકો તેમના ડાન્સ પર ટિપ્પણી કર્યા છે. જાન્હવી કપૂર કરીના કપૂર ખાનની ફિલ્મના એક ગીત પર બેલી ડાન્સ કરતી જોવા મળી છે.

 

જા્હન્વી કપૂર ક્લાસિકલથી માંડીને બોલિવૂડ સ્ટાઇલ અને બેલી ડાન્સ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. જા્ન્હવી કપૂરને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જા્હન્વી કપૂર વ્હાઇટ આઉટફિટ પહેરીને બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

વીડિયો શેર કરવા સાથે જા્હન્વી કપૂરે લખ્યું કે, 'હું બેલી ડાન્સ સેશનને મળીને કરી રહી છું.' જા્હન્વી કપૂરનો આ વીડિયો થોડા કલાકોમાં 11,76,463 થી વધુ વખત જોવામાં આવ્યો છે.  જા્હન્વી કપૂર અભિનેત્રી કરીના કપૂરની ફિલ્મ 'અશોકા' ફિલ્મના 'નું સોંગ સન સના ના સન પર બેલી ડાન્સ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જા્હન્વી કપૂર છેલ્લે ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ભારતની પહેલી મહિલા પાઇલટની ભૂમિકા ભજવી હતી.