અફઘાનિસ્તાન-

 તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો છે ત્યારે નજીકના ભવિષ્યમાં ચલણના મૂલ્યમાં ભારે ઘટાડો થાય અથવા તો અસાધારણ વધઘટ થાય એવી શક્યતા છે. અફઘાનિસ્તાનના ચલણને "અફઘાની" તરીકે ઓળખવામાં આવે છે. અફઘાની એ સ્થાનિક ચલણનું નામ છે. જે રીતે ભારતીય ચલણને રૂપિયા તરીકે ઓળખવામાં આવે છે એવી રીતે અફઘાનિસ્તાનનું ચલણ અફઘાની તરીકે ઓળખાય છે. અફઘાનિસ્તાનમાં એક સમયે અફઘાન રૂપિયાનું ચલણ હતું, પણ વર્ષ ૧૯૨૫થી દેશમાં નવું ચલણ "અફઘાની"ની શરૂઆત થઈ હતી. અફઘાનિસ્તાનના ચલણના મૂલ્યની શું સ્થિતિ છે, એ ક્યાં અને કેવી રીતે છપાય છે એ અંગે માહિતી મેળવીશું.

અફઘાનિસ્તાનની કરન્સીને છાપવાની અને વિતરણ કરવાની કામગીરી દેશની મધ્યસ્થ બેન્ક "ધ અફઘાનિસ્તાન બેન્ક" દ્વારા કરવામાં આવે છે. આ બેન્કની સ્થાપના વર્ષ ૧૯૩૯માં થઈ હતી, તાલિબાને નિયંત્રણ મેળવ્યા બાદ આ બેન્કના કાર્યકારી વડા તરીકે હાજી મોહમ્મદ ઈદરીસના નામની જાહેરાત કરવામાં આવેલી છે. અગાઉ જ્યારે તાલિબાન વર્ષ ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન સત્તા પર આવ્યું હતું ત્યારે તેણે અર્થવ્યવસ્થામાં ચલણને યથાવત્‌ રાખ્યું હતું. જાેકે અફઘાની ચલણના મૂલ્યમાં એ સમયે ભારે ધોવાણ થયું હતું.અફઘાનિસ્તાનમાં એક અફઘાનીથી લઈ ૧૦૦૦ અફઘાની સુધીની કરન્સી ચલણ વ્યવસ્થામાં છે. અફઘાની નોટ અને સિક્કા બન્ને સ્વરૂપમાં છે. પ્રત્યેક પાંચ વર્ષે મધ્યસ્થ બેન્ક દ્વારા નવી નોટો છાપવામાં આવે છે, જાેકે આ નોટ અફઘાનિસ્તાનમાં છપાતી નથી.

ઇંગ્લેન્ડના બેસિંગસ્ટોકમાં વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે. આ પ્રિન્ટિંગ પ્રેસમાં અફઘાનિસ્તાનની કરન્સીને છાપવામાં આવે છે. આ પ્રિન્ટિંગ પ્રેસમાં અફઘાનિસ્તાન સહિત વિશ્વના ૧૪૦ દેશની કરન્સી છપાય છે.૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનની કરન્સી રશિયાની એક કંપની દ્વારા છાપવામાં આવતી હતી, પણ વર્ષ ૨૦૦૨માં જ્યારે અફઘાનિસ્તાનમાં હામિદ કરઝાઈના વડપણ હેઠળની નવી લોકશાહી સરકારની રચના થઈ ત્યારે કરન્સી છાપવાની જવાબદારી બ્રિટનની કંપનીને આપવામાં આવી.આ સાથે એવું માનવમાં આવે છે કે બ્રિટનના આ કરન્સી પ્રેસ દ્વારા જ અફઘાનિસ્તાનની કરન્સીની ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. એના સુરક્ષાને લગતા માપદંડ ખૂબ જ કડક હોય છે. આ સંજાેગોમાં નકલી નોટો બનાવવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. અફઘાની નોટ ૦૧, ૦૫,૧૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ના ચલણમાં છાપવામાં આવે છે.અફઘાનિસ્તાનમાં અત્યારે ભારે અફરાતફરી સર્જાયેલી છે. તેની સ્થાનિક કરન્સીના મૂલ્ય પર પણ અસર થઈ શકે છે. જાેકે અત્યારે અફઘાની કરન્સી સ્થિર જણાય છે, પણ આગામી સમય પડકારજનક રહી શકે છે. વર્તમાન સમયમાં ભારતના રૂપિયા ૧૦૦ની તુલનામાં અફઘાનીનું મૂલ્ય ૧૧૭ જેટલું થાય છે.