ગુજરાતમાં છેલ્લા ૨૫ -૨૫ વર્ષથી ભાજપાનું શાસન ચાલી રહ્યું છે. તમામ સરકારી દવાખાનાઓનો વહીવટ ભાજપા સરકાર હસ્તક છે. ભાજપાના નેતાઓની જીબ કદીયે ભાજપાના વિકાસના ગણાય અને ગુણગાન ગાતા થાકતી નથી. ત્યારે ભાજપાના ચૂંટાયેલા સાંસદ અને મેયર, ધારાસભ્યો તથા કોર્પોરેટરોને ભાજપાના કુશળ વહીવટ પર જાે આંધળો વિશ્વાસ હોય તો ખાનગીના બદલે કોરોનાની સારવાર સરકારી હોસ્પિટલોમાં લેવી જાેઈએ એવો વેધક સવાલ વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા અને એડવોકેટ શૈલેષ અમીને કર્યો છે. તેઓએ રાજ્ય સરકારના ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવનાર ભાજપના મેયર, સાંસદ, કેટલાક ધારાસભ્યો અને કોર્પોરેટરો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે જાે તેઓને છેલ્લા ૨૫ વર્ષના ભાજપના વિકાસના શાસન પર વિશ્વાસ હોય તો તેઓએ ભાજપની આવડત પર વિશ્વાસ મૂકીને સરકારી દવાખાનાઓમાં સારવાર લેવી જાેઈએ એવી સુફિયાણી સલાહ આપી છે. એના બદલે તેઓ ખાનગી અને ફાઈવ સ્ટાર હોટલો જેવી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલોમાં દાખલ થઇ રહયા છે. એની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખુદ મેયરે કોરોના થયો એના બે દિવસ પહેલા સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડની મુલાકાત લઈને એના પેટ ભરીને વખાણ કર્યા હતા. તો પછીથી ત્યાં કેમ દાખલ થયા નહિ? સુ તેઓને ભાજપ સરકાર સંચાલિત દવાખાનાઓમાં વિશ્વાસ નથી?ભાજપના વહીવટ પર વિશ્વાસ નથી?જાે ભાજપે વડોદરાના સરકારી દવાખાનાઓને કરોડોની સહાય કરી છે?તો એ ક્યાં ગઈ?ગત બોર્ડના ભાજપ શાસિત પાલિકાના બોર્ડમાં આરોગ્યના અધ્યક્ષ રહેલા અને હોમીઓપેથીક તબીબ એવા હાલના સ્થાયી સમિતિના અધ્યક્ષે પણ કોરોનાથી બચવાને માટે ઇમ્યુનીટી વધારતી લાખો રૂપિયાની દવાઓ પોતાની ફેક્ટરીમાં બનાવીને સરકારી દબાણ હેઠળ જાહેર કંપનીઓ પાસેથી રૂપિયા લઈને વહેંચી હતી. આ ફોર્મ્યુલા આપનાર તબીબ નેતા પોતે કોરોનાની ઝપટે ચઢતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે. એનો સીધો મતલબ તેઓને સરકારી હોસ્પિટલો અને એના વહીવટ પર વિશ્વાસ નથી. ?

ગોત્રી હોસ્પિટલ માટે બે હાઇ ફ્લો ઓક્સિજન થેરાપીની સખાવત મેક્સ વેન્ટિલેટર કંપનીએ આપી

વડોદરા ઃ ગોત્રી જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ખાતે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે, મેક્સ વેન્ટિલેટર કંપની દ્વારા સખાવત રૂપે આપવામાં આવેલા અને કોવીડની સારવારમાં જીવન રક્ષક ઉપયોગીતા ધરાવતા બે હાઈ ફલો ઓકસીજન થેરાપી ડીવાઈસ ઓક્ષિવિનનો સ્વીકાર કર્યો હતો. ત્યારે ગોત્રી અને સયાજી હોસ્પિટલોને જરૂરી સંખ્યામાં વેન્ટિલેટર પૂરા પાડ્યા હતા.તે સમયે લોકફાળાથી આ ઉપકરણોની કિંમત ચૂકવવામાં થયેલો વિલંબ ખમી લીધો હતો.આ પ્રસંગે હોસ્પિટલના તબીબી અધિક્ષક,નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી, કંપની સંચાલક મંડળના અશોક પટેલ, મિહિર પટેલ, આસ્થા પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ૧૦ હજાર માસ્ક વિતરણ

વડોદરા શહેરના ગરીબ નાગરિકો જેઓ પાસે માસ્ક નથી અને દંડ ભરવાની આર્થિક તાકાત નથી એવા લોકો પાસેથી દંડની વસુલાત કરવાના બદલે માસ્કનું વિતરણ કરવાને માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શહેર પોલીસને દશ હજાર માસ્ક આપવામાં આવ્યા છે. તેઓએ ગરીબ માનવીઓની પાસેથી દંડ ન વસૂલવાને માટે પણ લાગણીસભર અપીલ તંત્રને કરી છે.કોરોનાની મહામારીને લઈને આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓ પાસેથી દંડની વસૂલાતના સ્થાને માસ્ક આપીને હકારાત્મક અભિગમ દાખવવાને માટે તંત્રને જણાવ્યું છે.

સ્થાયી અધ્યક્ષને મદનઝાંપા માર્ગ પર કોરોનાને લઇ અપીલ કરવા નીકળવું પડ્યું

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ દબાણ શાખા અને આરોગ્ય શાખાની ટુકડીને સાથે લઈને ન્યાયમંદિર, લાલકોર્ટ અને મદનઝાપા રોડ પર નીકળ્યા હતા.જ્યાં તેઓએ આ માર્ગ પર આવેલ સાયકલની દુકાનોવાળાઓને કોરોનાના નિયમોની જાળવણીની સાથોસાથ સોશ્યલ ડિસ્ટર્ન્સિંગની જાળવણી કરવાને માટે તેમજ માસ્ક પહેરવાને માટે અપીલ કરી હતી.આ ઉપરાંત આ વિસ્તારમાં ભરાયેલ વરસાદી અને ડ્રેનેજ લાઈનની ગટરોની તત્કાળ સફાઈ કરાવીને ભરાયેલ કચરાને અને કાદવને બહાર કઢાવ્યો હતો. એકાએક સ્થાયી અધ્યક્ષની મુલાકાતને લઈને મદનઝાંપા સાયકલ બજારના વેપારીઓમાં હલચલ મચી જવા પામી હતી.