લંડન

ટૂર્નામેન્ટના બીજા દિવસે ભૂતપૂર્વ વિશ્વના નંબર 1 અને આઠ વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરે બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ વિશ્વની મહાન ટેનિસ ખેલાડીમાંની એક સેરેના વિલિયમ્સ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

સેરેના વિલિયમ્સની અલેકસંડ્રા સાસ્નોવિચ સાથે ટકરાઈ હતી અને તેને પહેલા જ સેટમાં ઈજા થઈ હતી. ઈજા બાદ સેરેનાને ઈજાથી નિવૃત્તિ લેવી પડી હતી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે સેરેના મેચની શરૂઆત પૂર્વે ઈજાગ્રસ્ત દેખાઈ હતી અને તેના પગ પર ઘણી ટેપ હતી. વિમ્બલ્ડનથી બહાર થયા બાદ સેરેના ખૂબ ભાવુક થઈ ગઈ હતી.

રોજર ફેડરરને જોકે બીજા રાઉન્ડમાં પહોંચવામાં ભાગ્યનો સાથ મવ્યો હતો. તેના ફ્રેન્ચ હરીફ એડ્રિયન મન્નારિનો ચોથા સેટના અંતે ઈજાને કારણે આઉટ થયા બાદ ફેડરરે બીજા તબક્કામાં પ્રવેશ કર્યો હતો. ફેડરરે પહેલો સેટ 6-6 થી જીત્યો પરંતુ બીજા અને ત્રીજા સેટને અનુક્રમે 7-6 અને 6-3થી હાર્યા. જો કે તે ચોથો સેટ 6-2થી જીતવામાં સફળ રહ્યો. બે કલાક અને 44 મિનિટ સુધી ચાલેલી મેચ બાદ અંતે ફેડરરને જીત મળી.


બે વખતના ચેમ્પિયન બનેલા બ્રિટનના એન્ડી મરે વિમ્બલ્ડન સિંગલ્સ મેચોમાં જીત સાથે યાદગાર પુનરાગમન કર્યું હતું. મરે ૨૪ મી ક્રમાંકિત જ્યોર્જિયાની નિકોલોઝ બાસિલાસ્વિલીને ૬-૪, ૬-૩, ૫-૭, ૬-૩ થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધ્યો. વર્ષની તેની ચોથી ટોચની લેબલ ઇવેન્ટ રમતા એટીપી રેન્કિંગમાં ૧૧૮ મા ક્રમાંકિત એ વિજયના માર્ગમાં ૧૭ એસ લગાવ્યા. પ્રથમ રાઉન્ડમાં આ ટૂર્નામેન્ટનો મરેનો રેકોર્ડ સંપૂર્ણ ૧૩-૦ છે. આ સિઝનમાં તેનો રેકોર્ડ ૩-૩ છે. મુરે હવે પછી જર્મન ક્વોલિફાયર ઓસ્કર ઓટ્ટે અથવા ફ્રેન્ચ ક્વોલિફાયર આર્થર રિન્દરકેનેટ સામે ટકરાશે.