આણંદ : આ વર્ષે અધિકમાસ આવ્યો હોવાથી દિવાળી એક મહિનો મોડી છે. બીજી તરફ ધીમે ધીમે શિયાળો જામતો હોવાથી આ વર્ષે ગુલાબી ઠંડીમાં દિવાળીનો તહેવાર ઉજવવો પડે તેવું લાગી રહ્યું છે. આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ધીમે ધીમે શિયાળીની ઋતુ પોતાની પક્કડ જમાવતી જાય છે. શિયાળો શરૂ થતાં જ ચરોતરના સીમાડાઓના વિસ્તારો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  

આ વખતે ઓક્ટોબર માસના અંતથી જ ચરોતરના સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. હવે ધીમે ધીમે નવેમ્બર માસ શરૂ થયો છે ત્યારે ઠંડીની ઋુતુ જામવા લાગી છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈને દિવસેને દિવસે ચરોતર વિસ્તારમાં શિયાળાની ઋતુ જમાવટ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે સીમ વિસ્તારોમાં વૃક્ષો અને ઘાસચાર પર ઝાકળના ટીપાં પણ હવે જાેવાં મળી રહ્યાં છે. છેલ્લાં ચાર દિવસથી સીમ વિસ્તારમાં ગામડાંઓમાં વાતવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સોમવારે આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ૩.૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વીય દિશામાંથી પવનો ફૂંકાયા હતાં. પવનની દિશા હવે ઉત્તર-પૂર્વીય હોવાથી શિયાળો વહેલો જામશે એવું લાગી રહ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર અગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર પંથકનું હવામાન સૂકં અને શુદ્ધ રહેવાની સંભાવના છે.

ઠંડીની સાથે સાથે મોર્ન્િંાગ વોકર્સની સંખ્યા વધી

શિયાળાની ઠંડીનો અહેસાસ જેમ વધી રહ્યો છે તેમ હવે નિયમિત મોર્ન્િંાગ વોકર્સની સાથે સાથે ખાસ ઠંડી મોસમમાં ચાલવા નીકળાતાં લોકો પણ જાેવાં મળી રહ્યાં છે. ખાસ કરીને હરિયાળા ગણાતાં ચરોતરમાં શિયાળામાં સવારનું વાતાવરણ ખુશનુમા હોવાથી મોર્ન્િંાગ વોકર્સ તેનો લાભ ઊઠાવતાં હોય છે.