આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર ફરી વળી હોય તેવું લાગી રહ્યું છે. પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિલ્લાવાસીઆે માટે પણ ચિંતાનો વિષય છે. શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં ફરી એક વખત વધુ નવાં 21 કેસો નોધાતાં જિલ્લાનો કોલોના પોઝિટિવ કેસનો કુલ આંક 1972 પર પહોંચી ગયો છે. શનિવારે આણંદ શહેરમાં 10, બોરસદમાં 7 ઉપરાંત પેટલાદ અને ખંભાતમાં 2-2 કેસો નોંધાયાં છે. જ્યારે હાલ જિલ્લામાં અત્યાર સુધી 1839 દર્દીઆેઅે કોરોનાને પરાસ્ત કરીને ઘરે પરત ફર્યા છે. આણંદ શહેર સહિત તાલુકામાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે.

આણંદના નાના અડધમાં રહેતાં 44 વર્ષના આધેડ અને 65 વર્ષનાં વૃદ્વા, ગણેશ ચોકડી પાસે રહેતાં 53 વર્ષના આધેડ, આણંદ શહેરમાં રહેતાં 52 વર્ષના આધેડ, લોટીયાભાગોળ વિસ્તારમાં રહેતાં 49 વર્ષના આધેડ, તેમજ આઝાદ ચોકમાં રહેતાં 57 વર્ષના આધેડ, વિદ્યાનગરમાં રહેતાં 35 વર્ષનાં મહિલા, તેમજ બાવીસ ગામ પાસે રહેતાં 27 વર્ષનાં યુવક ઉપરાંત વિદ્યાનગરમાં રહેતાં 89 વર્ષનાં વૃદ્વા, બિગબજાર પાસે રહેતાં 58 વર્ષનાં મહિલાનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવતાં તેમને વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત જિલ્લાના બોરસદ તાલુકામાં 7 કેસ, પેટલાદ અને ખંભાતમાં 2-2 કેસ નોંધાયા હતાં.

આણંદ જિલ્લામાં હાલ 117 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 34 દર્દીઓ હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. હોસ્પિટલમાં કુલ 70 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જેમાંથી 7 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.