ભરૂચ, ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિર પાસે ઓડ પરિવારના ૩ સભ્યોને વીજ કરંટ લાગવાની ઘટના ગુરુવારની સવારે બની હતી. માતા કપડાં સુકવતી હોય ઘરની જ વીજ લાઈનનો કરંટ પતરા અને તાર પર ઉતરતા માતાને બચાવવા જતા ૨ પુત્રો પૈકી મોટા પુત્રનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર લોઢવાડના ટેકરા નીચે નદી કિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડ પરિવારની મહિલા મંજુબેન ઉદયસંગ ઓડ ઉ. વ. ૫૫ વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ કપડાં સૂકવવા જતા તેમને કરન્ટ લાગ્યો હતો. માતાને કરન્ટ લાગતા તેના બે પુત્રો ભરત ઉ. વ. ૨૫ અને અર્જુન ઉ. વ. ૩૬ બચાવવા જતા બન્નેને પણ કરન્ટ લાગ્યો હતો. અર્જુને લાકડાના સપાટાથી માતાને છોડાવાનો પ્રયાસ કરતા તેને તાર વીંટળાઈ જતા વધુ વીજપ્રવાહથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. માતા અને નાના ભાઈને વીજ કરન્ટથી બચાવવા જતા અર્જુન ઓડે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બનાવના પગલે એ-ડિવિઝન પોલીસે મૃતક અર્જુન ઓડની લાશનો કબજાે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત માતા અને નાના પુત્રને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા છે.

સમગ્ર ઘટના ક્રમ બાદ સ્થાનિકોએ ડ્ઢય્ફઝ્રન્ સામે આક્ષેપ કર્યા હતા કે છેલ્લા ઘણા સમયથી તેઓના વિસ્તારમાં આવેલ વીજ પોલના વાયરો છુટા પડી ગયા છે જેનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જીઇબીના તંત્ર દ્વારા ધ્યાને ન લેતા દુર્ઘટના સર્જાઇ હોવાના આરોપ લગાવ્યા હતા.