દેવગઢ બારિયા, દેવગઢ બારિયાના દુધિયા ગામની ૨૨ વર્ષીય પરિણીત યુવતીને તેના જ ફળિયમાં રહેતા ૨૬ વર્ષિય યુવકે રસ્તામાં રોકી તેણીનો હાથ પકડી બે-ત્રણ મુક્કા મારી પાડી દઈ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ધાક ધમકી આપ્યા બાદ બળાત્કારનો ભોગ બનેલ પીડિતાએ ઘરે આવી તેના પતિને આ વાત કરતા તેના પતિ તથા પરિવારજનોએ ફોન કરી કામાંધ યુવકને ઘરે બોલાવી માર મારતા આ સંદર્ભે બંને પક્ષો દ્વારા પોલીસમાં સામસામે ફરિયાદ કરાઇ હતી. દેવગઢ બારિયા તાલુકાના દૂધિયા ગામના વેડ ફળિયામાં રહેતી ૨૨ વર્ષીય પરિણીત યુવતી ગત તારીખ ૫/૧૨/૨૦૨૦ ના રોજ પોતાના ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી અને બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈ ર્નિજન રસ્તે પરત ઘરે આવવા નીકળી હતી. તે દરમિયાન તેણીની એકલતાનો લાભ લઇ તેના ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય શૈલેષભાઈ ઇશ્વરભાઇ બારીયાએ બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત તું કોઈને કરીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ તેવું કહી ધાક ધમકી આપી નાસી ગયો હતો. જ્યારે બળાત્કારનો ભોગ બનેલ પીડિતાએ ઘરે જઈ પોતાના પતિ તથા ઘરના સૌને સદર ઘટનાની વાત કરતા પીડિતાના પતિ તથા ઘરના સૌ ઉશ્કેરાયા હતા અને શૈલેષભાઈ બારીયાને ફોન કરી બોલાવી પોતાના ઘરે લઈ આવી તું મારી પત્ની સાથે આડો સંબંધ ધરાવે છે. તેમ કહી પરિવારના એક મહિલા સહિત છ જણાએ વારાફરતી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી.