અંક્લેશ્વર

અંકલેશ્વર પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે તંત્ર દ્વારા સ્વયંભૂ લોકડાઉન ની અપીલ કરવામાં આવી હતી, જેને વેપારી વર્ગ નો સારો પ્રતિસાદ મળ્યો હતો.જીઆઇડીસી વિસ્તાર માં તમામ શોપિંગ સેન્ટર સહિત ના માર્કેટ બંધ રહ્યા હતા, શહેર માં પણ શનિવાર ની સાંજ થી સોમવાર સુધી સ્વયંભૂ લોકડાઉન નો અમલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ દ્વારા શનિવાર અને રવિવાર ના રોજ સ્વયંભૂ લોકડાઉનનું સૂચન કર્યુ હતુ,જેને વેપારી વર્ગનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.અને તમામ શોપિંગ સેન્ટર તેમજ બજાર બંધ રાખવામાં આવ્યા હતા,જાેકે બીજી બાજુ ઉદ્યોગો ચાલુ રહેતા ક્યાં આ બાબત ને લઈને કેટલાક વેપારીઓ માં કચવાટ હતો. બીજી તરફ કોસમડી ગામની હદમાં આવતા શોપિંગ સેન્ટરો ના વેપારીઓ એ પણ ગ્રામ પંચાયત ના સૂચન ને આવકાર આપીને સ્વયંભૂ બંધ માં જાેડાયા હતા.આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ શનિવારની સાંજ થી સ્વયંભૂ લોકડાઉન નું સૂચન કર્યુ હતુ, પાલિકા તંત્ર ના આ સૂચન ને પગલે વેપારીઓ એ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

ભરૂચમાં લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

ભરૂચમાં શનિવાર બપોરે ૧૨ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે જેમાં દુકાનદારો, ધંધા-ઉદ્યોગો સાથે જાેડાયેલા લોકોનાં મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો છે. ભરૂચમાં પણ વેપારી મંડળ દ્વારા નક્કી કરાયું હતું કે દુકાનદારો સ્વૈચ્છિક બંધ પાળે પરંતુ લોકોનો લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. જેમાં મોટા ભાગની દુકાનો ભરૂચમાં ખુલ્લી રહી હતી, ૭૦ ટકા દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી તો માત્ર ૩૦ ટકા દુકાનદારો જ લોકડાઉનમાં જાેડાયા હતા.

પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે બજારો સુમસામ

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ જાેવા મળી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી જતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ સતર્કતા દાખવી સુરક્ષિત રહેવા માટે પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે વેપારીઓ તેમજ ગ્રામ પંચાયત સત્તાધીશો વચ્ચે એક મીટીંગ યોજાઇ હતી. આયોજિત મિટિંગમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા નગરના વેપારીઓને કોરોના સંક્રમણ વધી જતા વેપારીઓને બપોરના ત્રણ કલાકથી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી. જેનો વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ જાેવા મળ્યો છે. બપોરે ત્રણ વાગ્યે નગરના બજારોમાં દુકાનો બંધ થઈ જાય છે. પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના એલાનને વેપારીઓએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.