આણંદ : હવે માત્ર ૪૮ કલાક બાકી રહ્યાં છે! ૪૮ કલાક બાદ આણંદની પાલિકાના ચૂંટણી જંગ બાબતે ફોર્મ પ્રક્રિયા શરૂ થવાની છે. આ સાથે રાજકીય ખેલ પણ શરૂ થશે. આણંદ વિસ્તારના બંને ‘કાંતિ’ની ઉમેદવારો મુદ્દે અસમંજસતાના કારણે બંને રાજકીય પક્ષમાં હાલ અવઢવની સ્થિતિ ઊભી થવા પામી હોવાનું જાણવા મળે છે.

અંતરંગ સૂત્રોનું કહેવું છે કે, બસ હવે માત્ર ૪૮ કલાક બાકી રહ્યાં છે. આગામી ૪૮ કલાક બાદ પાલિકા જંગ અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેની સાથે રાજકીય ખેલનો આરંભ થશે. આ વખતનો જંગ ચતુષ્કોણિય બનવાના આસાર ઊભાં થવા પામ્યાં છે. બંને મુખ્ય રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર મુદ્દે સસ્પેન્શ ઊભૂં થયું છે. નવાઈની વાત એ છે કે, અઢી દાયકા બાદ આણંદ વિધાનસભા પર કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારનો વિજય તો થયો, પરંતુ ત્રણ વર્ષના ગાળામાં પાલિકાના ૧૩ વોર્ડમાં મજબૂત સંગઠન ઊભૂં કરવામાં તેઓ સફળ થયાં નતી. પરિણામે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, ગામતળ સહિતના અન્ય વોર્ડમાં ઉમેદવાર હજું મળતાં નથી! ઉપરાંત હારના ડરને કારણે પણ નેતાઓ ઉમેદવારી નોંદાવવા તૈયાર નતી. એવો ભય છે કે નેતા તરીકે ફેંકાઈ જઇશંુ તો? પરિણામે કોંગ્રેસ માટે હાલ કમઠાણની સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં ધારાસભ્યની વિફળતાની ચર્ચા પક્ષમાંથી જ ઊઠવા પામી છે. આ ઉપરાંત પોતાને મળતી ગ્રાન્ટનો ઉપયોગ ફક્ત ચોક્કસ વિસ્તારમાં જ કરાવવામાં આવ્યો હોવાથી શહેરના અન્ય વોર્ડ - વિસ્તારની ઉપેક્ષા હવે નડી રહી છે.

બીજી બાજુ પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડાને પક્ષ ટિકિટ આપશે કે કેમ? તેની અવઢવ વચ્ચે પાલિકામાં પુનઃ સત્તા મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સત્તાપક્ષ માટે શહેરના પૂર્વના વોર્ડમાં ઉમેદવાર મુદ્દે કમઠાણની સ્થિતિ છે. આણંદ પાલિકામાં બંને મુખ્ય રાજકીય પક્ષ ૧૩ પૈકી ૮ વોર્ડના ચાર-ચાર વોર્ડમાં વહેંચાઈ ગયો છે! પરિણામે અન્ય પાંચ વોર્ડના જંગ પર સત્તાના સમીકરણ રચાશે. આ વખતે ભાજપે નવી નીતિ અમલમાં મૂકીને ટિકિટ આપવાની હોવાતી સત્તાપક્ષ માટે કમઠાણની પરિસ્થિતિ વધુ મુસીબત સર્જશે.

અત્યારે તો એટલું કહી શકાય કે, આણંદ પાલિકા જંગ મુદ્દે બંને બંને ‘કાંતિ’ની કસોટી થવાની છે ત્યારે આ પરિબળો વચ્ચે બંને બંને ‘કાંતિ’માંથી કોણ ફાવશે એ ચર્ચા નગરજનોમાં ઊઠવા પામી છે.