ટોકયો 

ડીઝીટલ ટેકનોલોજીનાં આજના સમયે માણસની અનેક સુવિધા વધારી દીધી છે. મોટાભાગની કામગીરીમાંથી કાગળ અદ્રશ્ય થઈ ગયો છે. પણ આ પેપરલેસ વ્યવહાર માણસના મગજની કાર્યક્ષમતાને ઘટાડે છે. જયારે મગજની સક્રિયતા વધારવી હોય તો કાગળ પર લખાવટનો આજે પણ કોઈ વિકલ્પ નથી તેમ એક તાજેતરનાં અનુસંધાનમાં પુરવાર થયુ છે.અધ્યયન અનુસાર કાગળ પર લખેલી જાણકારી એક કલાક બાદ યાદ કરવા પર મસ્તિષ્ક અધિક સક્રિય રહે છે. ટોકયો વિશ્ર્વ વિદ્યાલયનાં ન્યુરો સાયન્ટીસ્ટ અને સંશોધનના પ્રમુખ લેખક પ્રોફેસર કુનિયિયોશી એલ સકાઈનું કહેવુ છે કે ઈલેકટ્રોનિક ગેઝેટની તુલનામાં કાગળ અધિક ઉપયોગી છે.હાથથી કાગળ પર લખવાથી જટીલ અને સ્પર્શનીય જાણકારી યાદ રહેવાની સંભાવના વધે છે.

આ સંશોધન દરમ્યાન ભાગ લેનારાઓને એક પેપર ડેટબુક પર ટેબલેટ પર અને સ્માર્ટ ફોન પર એક કેલેન્ડર એપ અને ટચ સ્ક્રીન કી બોર્ડનો ઉપયોગ કરીને યાદી અપાઈ હતી એક કલાક બાદ ભાગ લેનારાઓને યાદદાસ્ત પરીક્ષણ કરાવવા માટે કેટલાક પ્રશ્ર્નોના ઉતર આપવામાં આવ્યા અને શેડયુલ ચાર્ટ ભરવામાં આવ્યો બાદમાં તેમનું એમઆરઆઈ પરીક્ષણ થયુ. પેપર બુકનો ઉપયોગ કરનાર લોકોએ માત્ર 11 મીનીટમાં શેડયુલ ચાર્ટ ભર્યો હતો. જયારે ટેબલેટનો ઉપયોગ કરનારાઓએ 14 મીનીટ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાઓએ 16 મીનીટ આ કામ માટે લીધી હતી.આ સંશોધનમાં ડીઝીટલ ટેબલેટ કે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાઓની તુલનામાં લેખનથી કાર્ય કરનારાઓએ 25 ટકા વધુ ઝડપથી કામ પુરૂ કર્યું હતું.