ગુવાહાટી-

ઈવીએમમાં ચેડાં થતા હોવાના આક્ષેપો આ પહેલાં અનેકવાર લાગી ચૂક્યાં છે, છતાં શુક્રવારે આસામ ખાતે વધુ એક કેસમાં ઈવીએમ ખાનગી વાહનમાં મળી આવતાં ચકચાર મચી હતી. આ બાબતે ચૂંટણીપંચનું ધ્યાન દોરવામાં આવતાં આખરે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અહીં ખાનગી કારમાં ઈવીએમ મળી આવવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેને લઈને ઘેરાવ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, દરેક વખતે ખાનગી ગાડીમાં ઈવીએમ મળવાના વીડિયો આવતા હોય છે. તેમાં અમુક વાતો કોમન હોય છે. ખાનગી ગાડિયો ભાજપ ઉમેદવાર અને તેમના સહયોગીઓની જ કેમ હોય છે ? પ્રિયંકાએ લખ્યુ છે કે, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ કરીને લોકો પર આરોપ લગાવતા હોય છે. તથ્ય તો એ છે કે, આ પ્રકારની ઘટનાઓ તો સામે આવે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચૂંટણી પંચ આવી ફરિયાદોની સામે નિર્ણાયક રીતે કાર્યવાહી કરીને ઈવીએમ સાથે જોડાયેલા મામલાને લઈને ફેરવિચારણા કરવાની તાતી જરૂર છે. તમામ રાષ્ટ્રીય પાર્ટીઓએ તેને લઈને આ મામલે ધ્યાન આપવાની જરૂર છે. આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને મુખ્ય ચૂંટણીપંચ દ્વારા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.