વડોદરા,તા.૨૨

મેલડી માતામાં અપાર શ્રધ્ધા ધરાવતાં પેટલાદ તાલુકાનાં વિશનોલી ગામે રહેતા યુવાને મેલડી માતાનાં મંદિરે વલાસણા જવાનું કહી ઘરેથી મિત્ર સાથે બાઈક પર નિકળ્યા બાદ મહિસાગર નદી માં ન્હાતી વખતે પાણીનાં વહેણમાં તણાય જતાં ડૂબીને લાપતાં બન્યો હતો.જેનો મૃતદેહ આજે ફાયર બ્રિગેડ ને મળી આવતાં બહાર કાઢ્યો હતો.પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટન કર્યા વગર જ સીધે સીધા ઘરે લઈ જતાં ચકચાર જાગી હતી.

ફાયર બ્રિગેડ સૂત્રોનાં જણાવ્યા અનુંસાર, પેટલાદ તાલુકાનાં વિશનોલી ગામે પ્રિતેશ ગણપત ભાઈ ચૌહાણ ઊ.વ.૧૮ તેનાં પરિવાર સાથે રહેતો હતો. ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો બાદ બે વખત ટ્રાયલ આપ્યા બાદ નપાસ થયો હતો ત્યારથી તે ઘરે જ હતો સાથે છૂટક કલર કામ કરતો હતો.

પ્રિતેશ ચૌહાણ મેલડી માતામાં અપાર શ્રધ્ધા ધરાવતો પ્રિતેશ ચૌહાણ દર રવિવારે વલાસણ ગામે આવેલ બાઈક પર મેલડી માતાનાં મંદિરે દર્શન માટે જાેતો હતો.આ રવિવારે પણ તેના નિયમ મુજબ બાઈક પર તેના અન્ય બે મિત્રો સાથે રવિવારે સવારે ઘરેથી મેલડી માતાનાં મંદિરે દર્શન કરવા જવ છું કહીને નિકળ્યો હતો.આ મિત્રો વલાસણા જવાને બદલે તેઓ અનગઢ પણ મેલડી માતાનું મંદિર આવેલ હોય અનગઢ આવ્યો હતો જ્યાંને મહિસાગર નદીમાં મિત્રો સાથે ન્હાવા માટે ઉતર્યો હતો.