નવસારી-

કોરોનાને નાથવા માટે વેક્સિન કારગર સાબિત થઈ શકે છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવા પૂર્વે વધુમાં વધુ લોકો કોરોનાની રસી લઇ સુરક્ષિત થાય એ માટે સરકારે ચલાવેલા રસીકરણ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ગામડાઓના લોકો જાગૃતતા દેખાડી રહ્યા છે. જેના પરિણામે દોઢ મહિનામાં જિલ્લાના 18 કરતા ઉપરના 1.68 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 33.40 ટકા લોકો બીજો ડોઝ લઈને સુરક્ષિત થયા છે. નવસારી જિલ્લામાં એપ્રિલ 2020 માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં કુલ 7170 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ લોકો કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થયા હતા અને મૃત્યુ દર પણ વધુ રહ્યો હતો. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં જાનહાનિ ટાળવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જેમાં વધુમાં વધુ કોરોના રસીકરણ થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.નવસારી જિલ્લામાં એપ્રિલ 2020 માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં કુલ 7170 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ લોકો કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થયા હતા અને મૃત્યુ દર પણ વધુ રહ્યો હતો. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં જાનહાનિ ટાળવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જેમાં વધુમાં વધુ કોરોના રસીકરણ થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવા પૂર્વે વધુમાં વધુ લોકો કોરોનાની રસી લઇ સુરક્ષિત થાય એ માટે સરકારે ચલાવેલા રસીકરણ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ગામડાઓના લોકો જાગૃતતા દેખાડી રહ્યા છે. જેના પરિણામે દોઢ મહિનામાં જિલ્લાના 18 કરતા ઉપરના 1.68 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 33.40 ટકા લોકો બીજો ડોઝ લઈને સુરક્ષિત થયા છે.