/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઉત્તર ગુજરાત ખાતે 10313 છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે

મહેસાણા-

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા ૨૪મી ઓગસ્ટે લેવાનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)માં મહેસાણા જિલ્લામાં ૪૮૯૩ માટે ૨૪૯ બ્લોકમાં, અરવલ્લીમાં ૨૪૦૦ વિદ્યાર્થીઓ માટે ૧૨૦ બ્લોકમાં અને સાબરકાંઠામાં ૩૦૨૦ વિદ્યાર્થીઓ માટે ૧૫૩ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. 

કોરોનાના કારણે બેઠક વ્યવસ્થા બદલવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓએ ફરજીયાત નવી તારીખ વાળી હોલટિકીટ ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષા વખતે આ નવી હોલટિકીટની સાથે કોઈ એક ઓળખકાર્ડ કે ધો.૧૨ની મુખ્ય પરીક્ષાની હોલટિકીટ સાથે લાવવાની રહેશે. ઉપરાંત કોરોના મહામારીના કારણે ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે તેમજ પાણીની બોટલ પારદર્શક લાવવાની રહેશે તેમ શિક્ષણ કચેરીનાં સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ પ્રશ્નપત્ર (ફિઝીક્સ-કેમેસ્ટ્રી)ની પરીક્ષા માટે ૯-૩૦ વાગ્યાથી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે, જ્યારે બીજા પ્રશ્નપત્ર (બાયોલોજી) માટે ૧૨-૩૦ વાગ્યે પ્રવેશ અપાશે અને ત્રીજા પ્રશ્નપત્ર (મેથ્સ) માટે ૧૪-૩૦ વાગ્યે પ્રવેશ અપાશે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution