દિલ્હી-

ચીનમાં પાંચ એવી સરનેમ(અટક) છે જેને દેશની 30% વસ્તી એટલે કે 43.3 કરોડ લોકોએ અપનાવી છે. આ સરનેમ છે વાંગ, લી, ઝાંગ, લિઉ કે પછી ચેન. ચીનમાં સરનેમનો દુકાળ પડ્યો છે. ચીનના લોકસુરક્ષા મંત્રાલયના દસ્તાવેજને વિશ્લેષણ કરી આ વાતની જાણકારી મળી છે.

આ દસ્તાવેજાે પ્રમાણે 2010ની વસ્તી ગણતરીની તુલનામાં 86% વસ્તી વચ્ચે માત્ર 100 સરનેમ જ લોકપ્રિય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં પહેલા 23,000 સરનેમ પ્રચલિત હતી જે હવે ઘટીને ૬ હજાર જ બચી છે. બીજિંગ નોર્મલ યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ચેન જિયાવેઈનું આના પર કહેવું છે કે સરનેમની સંખ્યામાં ઘટાડો આવવાના ત્રણ કારણો છે. જેમાં સાંસ્કૃતિક વિવિધતાનો અભાવ, બીજી ભાષાની સમસ્યા અને છેલ્લી ડિજિટલ યુગમાં ટેક્નિકલ સમસ્યા. 

તેમના પ્રમાણે ચીનમાં નસ્લ કે સમુદાયોના હિસાબથી વિવિધતા નથી. ભાષાના કારણોથી કોઈ પણ વધારાનો અક્ષર જાેડી-ઘટાડીને કોઈ સરનેમ બનાવી લેવી, ચીની ભાષામાં અંગ્રેજીની જેમ સરળ નથી. ઘણાં લોકો જુની સરનેમ છોડીને નવી સરનેમ એ માટે અપનાવી રહ્યાં છે. જેથી ડિઝિટલ દુનિયામાં તેઓ પાછળ ના છૂટી જાય. પ્રોફેસરનું કહેવું છે કે, ચીનમાં મંદારિન જેવી અને બોલીઓને ડિઝિટલ સિસ્ટમમાં સામેલ નથી કરવામાં આવે. કેરેક્ટર સ્ટાડર્ડ અપનાવવાથી સરકારને ક્યૂઆર કોડ, પાસવર્ડ કે પીન જનરેટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. આ પ્રક્રિયાથી બચવા માટે લોકોએ પોતાની સરનેમ બદલી દીધી. જાેકે અહીંના લોકોને એ વાતનું દુઃખ છે કે તેમની પેઢીઓ પોતાના ઈતિહાસ, ઓળખ અને પરંપરા ભૂલી જશે.