ભરૂચ : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના રેલવે ફાટક પાસેની અજમેરી નગરીમાં ૧,૧૪,૬૦૦ના મુદ્દામાલ સાથે ૧૨ જેટલા જુગારીયાઓ પકડી ધમધમતા જુગારધામ ભરૂચ એલસીબીએ સપાટો બોલાવ્યો હતો. 

આ અંગે મળતી માહિતી અનુસાર જિલ્લામાં પ્રોહિ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના મુજબ પોલીસે ટીમો બનાવી જંબુસર શહેરમાં પ્રોહી જુગારના ગણના પાત્ર છે તે શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવી નગરીમાં રહેતી જુબેદાબેન મુન્ના મીરાસીના ઝૂંપડામાં ઇલિયાસ ઉર્ફે ઈલુ મહારાણી યાકુબ જુગાર રમાડે છે જે અંગે રેડ કરતાં બાર જુગારીયાઓ જુગારના રોકડ ૨૩,૨૦૦ અંગઝડતીના ૬૧,૪૦૦, મોબાઈલ ૧૦ કિંમત ૩૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૪,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જેમાં ઈલ્યાસ ઉર્ફે ઇલુ મહારાણી યાકુબ પટેલ, મોહસીન શબ્બીર પટેલ, ઈમરાન દાઉદ, રણજીત મોહન વાઘેલા, નવાબ યાસીન, ઇમરાન યુસુફ પટેલ, યુસુફ ઇમામ શેખ, તોસીફ ઇફ્તેખાર સૈયદ, તોસીફ અબ્દુલ મલેક, ઇમરાન ફિરોઝ પઠાણ, આકિબ યુસુફ બાલા, ખલીલ અહેમદ હુસેન શેખનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કરવા જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે.